હવે ભાજપના ધારાસભ્યો વિપક્ષની ભૂમિકામાં, સરકાર સામે જ નારાજગી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
bjp mla amul bhatt, d.k. swami, janak talaviya


Rebellion of legislators against the government system: 191 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી ધરાવતી ભાજપ સરકારના ધારાસભ્યો જ સરકારી તંત્રથી અસંતુષ્ટ છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે હવે ભાજપના ધારાસભ્યો જાણે નારાજગીના સૂર વ્યક્ત કરી રહ્યા છે કેમકે, સરકારી અધિકારી કોઈને ગાંઠતા જ નથી. પ્રજાના કામો ન થતાં ખુદ  ભાજપના ધારાસભ્યો જ વિપક્ષની ભૂમિકામાં હોય તેવુ લાગી રહ્યું છે. જો ચૂંટાયેલાં જનપ્રતિનિધીઓને સરકારી અધિકારી-તંત્ર ગાંઠતુ ન હોય તો પછી આમ જનતા કેવી મુશ્કેલીનો સામનો કરતી હશે તેની કલ્પના કરવી રહી.

ભાજપના ધારાસભ્યએ જ મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવ્યો

છેલ્લાં બે ત્રણ દિવસમાં જ ભાજપના પાંચેક ધારાસભ્યોએ સરકારી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે જેમકે, મણીનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી એવો આક્ષેપ કર્યો છે કે, ટ્રાફિક પોલીસ ટોઈંગ કરેલા વાહનો દાણીલીમડાના પ્લોટમાં રાખે છે જ્યારે મહિલાઓ વાહનો છોડાવવા જાય છે ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે. 

આમ, ભાજપના ધારાસભ્યએ જ મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. આ તરફ, ધારાસભ્ય અભેસિંહ તડવીએ નસવાડી ગ્રામ પંચાયતની ઓફિસ પહોંચ્યા તો વહીવટદાર હાજર જ ન હતાં. વહીવટદારની ફરજ પ્રત્યે બેદરકારી સામે આવતા ધારાસભ્ય રોષે ભરાયા હતા. ખુદ અભેસિંહ તડવી અને ટીડીઓ અડધો કલાક બેસી રહ્યા છતાંય વહીવટદાર જ ન આવ્યા.આમ, ધારાસભ્યને પંચાયતનો વહીવટનો કડવો અનુભવ થયો હતો. 

જંબુસર સ્થાનિક હોસ્પિટલમાં ગુણવત્તાસભર સારવાર મળતી નથી

જંબુસર ધારાસભ્ય ડિ.કે.સ્વામીએ પણ સ્થાનિક હોસ્પિટલમાં ગુણવત્તાસભર સારવાર મળતી નથી. એ ફરિયાદને આધારે ભાજપના ધારાસભ્યએ હોસ્પિટલની મુલાકાત લીધી તો કર્મચારી ગેરહાજર હતાં છતાંય રજીસ્ટ્રમાં હાજરી નોંધાયેલી હતી. આ જોતાં ધારાસભ્યએ કાળજી રાખવા હોસ્પિટલ સત્તાધીશોને સૂચના આપવી પડી હતી. 

ખુદ ધારાસભ્યએ જુગારધામ પર રેડ કરી

લાઠી- બાબરાના ભાજપના ધારાસભ્ય જનક તળાવીયાએ પણ અનેક રજૂઆત છતા પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આખરે ખુદ ધારાસભ્યએ દામનગર પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે કોમ્પલેક્સમાં ધમધમતા જુગારધામ પર રેડ કરી હતી.

પ્રિ મોન્સૂન કામગીરી સહિત મુદ્દે ભ્રષ્ટાચાર

પ્રિ મોન્સૂન કામગીરી સહિત ભ્રષ્ટાચાર મુદ્દે અરવિંદ લાડાણીએ મામલતદાર આફિસ પર બરોબરનો ક્લાસ લીધો હતો. પ્રિ મોન્સૂન કામગીરી ઉપરાંત ભ્રષ્ટાચાર મામલે સ્થાનિકોની ફરિયાદ આધારે ધારાસભ્ય લાડાણીએ પાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમણે આ લોકોની ફરિયાદનો નિકાલ કરવા માટે 25 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતુ. આમ, ભાજપના ધારાસભ્યો વહીવટી તંત્ર સામે નારાજ છે.

ત્રણ વર્ષના જમીન કેસ રિઓપન કરી ફોજદારી કરો

જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારને અડ્ડો બની ગઈ છે અને સરકારી અધિકારીઓ ઉપર સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા જમીનના સોદાના કેસો રિઓપન કરી જવાબદાર અધિકારીઓ ફોજદારી પગલાં લેવા જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે.

તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ત્રણ વર્ષમાં આખા જિલ્લામાં નવી શરતની જમીનમાં પ્રિમિયમના હુકમો, બિન ખેડૂતોને ખેડૂત ગણી જમીન આપી દેવાના કિસ્સા અને સરકારી જમીનો અન્ય વ્યક્તિને પધરાવી દેવાના આદેશોએ સરકારને ભારે નુકસાન કર્યું છે તેથી સાત દિવસમાં આવા કેસોમાં પગલાં લેવા મારી ભલામણ છે.

અધિકારીઓએ ફરજને માત્ર પૈસાની ફેક્ટરી બનાવી દીધી

વડોદરાના ધારાસભ્ય યોગેશ કલેક્ટર કચેરીના ભ્રષ્ટાચારને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ત્યારે હવે સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે એવી ફરિયાદ કરી છેકે, 6 મહિના પહેલા માર સાવલી તાલુકામાં આમદપુરા ગામના ખેડુતોએ, માત્ર વિધવા બહેનીને ટાર્ગેટ કરી કેટલાંક લોકો બોગસ ખેડુતો બન્યા છે. 

કાયમ નાના કામોમાં લોકોને નિયમો દેખાડી ધક્કા ખવડાવાય છે. નાના લોકોને નિયમો લાગુ પડે, અને મોટા લોકોને નિયમો ન લાગુ પડે તે વ્યાજબી નથી. અધિકારીઓએ માત્ર અને માત્ર ફરજને પૈસાની ફેક્ટરી બનાવી દીધી છે પણ ખોટું થતું હોય ત્યાં તે અધિકારીઓને ખુલ્લા પાડવા જોઈએ. સરકારની છબી બગાડવાનું કામ અધિકારીઓ જ કરે છે.

હવે ભાજપના ધારાસભ્યો વિપક્ષની ભૂમિકામાં, સરકાર સામે જ નારાજગી 2 - image


Google NewsGoogle News