Get The App

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 1 - image


BJP leaders Mistake on Mahavir Jayanti: દેશભરમાં આજે (10 એપ્રિલ)ના રોજ મહાવીર જયંતીની ઉજવણી થઇ રહી છે. દેશભરના નેતાઓ અને હસ્તીઓ X પર મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા સહિત ભાજપના અનેક નેતાઓએ ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા પાઠવીને ભાંગરો વાટ્યો હતો. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાઈરલ થઈ જતા જૈન સમાજમાં ચર્ચા હતી કે, આઘાતજનક વાત છે કે આપણા નેતાઓને ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો ભેદ પણ ખબર નથી. જો કે, આ ભાંગરો વાટ્યાનું ખબર પડતા કેટલાક નેતાઓએ ભગવાન મહાવીરનો ફોટો મૂકીને ભૂલ સુધારી લીધી હતી.

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 2 - image 

મહાવીર જયંતી નિમિત્તે X પર બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા આપનારાની યાદી બહુ લાંબી છે. આ ભૂલ કરનારામાં જીતુ વાઘાણી, ભાવનગરના સાંસદ નીમુબેન બાભણિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ધોળકાના ધારાસભ્ય કિરિટસિંહ ડાભી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી, ઉંઝાના ધારાસભ્ય કિર્તી પટેલ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવા વગેરેનો સમાવેશ થાય છે.

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 3 - image

આ સિવાય મ્યુનિસિપલ કાઉન્સિલર હસમુખ પટેલ (સૈજપુર-બોઘા), ભાજપ સીએ સેલના સભ્ય નરેશ કેલ્લા, સુરત ભાજપના જનરલ સેક્રેટરી કિશોર બિન્દલ સહિતના ભાજપના સ્થાનિક આગેવાનોએ ગાડરિયા પ્રવાહની જેમ ખોટા ફોટો સાથે પોસ્ટ મૂકીને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. 


હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 4 - image

જો કે, હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કર્યા બાદ થોડી વારમાં જ ભૂલ સુધારી દીધી હતી અને જૂનું ટ્વિટ ડીલિટ કરીને મહાવીરના ફોટા સાથે નવું ટ્વિટ કર્યું હતું. 

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 5 - image

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવમી એપ્રિલે આયોજિત કાર્યક્રમમાં નવકાર મંત્રનું મહત્ત્વ સમજાવતું ભાષણ આપ્યું હતું, પરંતુ ભાજપના નેતાઓને જ નવકાર મહા મંત્રનો મહિમા તો દૂર, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો ફરક પણ ખબર નથી. 

ભાજપના નેતાઓનો ગાડરિયો પ્રવાહ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઇ તહેવાર કે વિશેષ દિવસે X પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવતા હોય છે. ત્યારે ભાજપના નેતાઓમાં ગાડરિયા પ્રવાહની જેમ સૌથી પહેલાં રિટ્વિટ કરવાની હોડ લાગી જાય છે. આ દરમિયાન ભાજપનો સાયબર સેલ પણ ધડાધડ શુભેચ્છા પાઠવવા લાગે છે. આમ, ભાજપના નેતાઓએ જોયા સમજયા વિના મહાવીર જયંતી નિમિત્તે સૌથી પહેલાં શુભેચ્છા પાઠવીને ગુડ લિસ્ટમાં રહેવાની લ્હાયમાં એકસાથે અનેકે ભાંગરો વાટતા જોવા જેવી થઈ છે.

અન્ય નેતાઓની પોસ્ટ:

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 6 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 7 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 8 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 9 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 10 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 11 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 12 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 13 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 14 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 15 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 16 - image

હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ 17 - image

Tags :