Lok Sabha 2024: લોકસભા ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારો જાહેર, જુઓ કોનું-કોનું પત્તું કપાયું
ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કેન્દ્રીય સમિતિની મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરા કરી છે. જ્યારે આ યાદીમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ
બેઠક |
2024ના ઉમેદવાર |
2019ના ઉમેદવાર |
કચ્છ |
વિનોદ ચાવડા |
રિપીટ |
બનાસકાંઠા |
રેખાબેન ચૌધરી |
પરબત પટેલ |
પાટણ |
ભરતસિંહ ડાભી |
રિપીટ |
ગાંધીનગર |
અમિત શાહ |
રિપીટ |
અમદાવાદ પશ્ચિમ |
દિનેશ મકવાણા |
કિરીટ સોલંકી |
રાજકોટ |
પરશોત્તમ રુપાલા |
મોહન કુંડારિયા |
પોરબંદર |
મનસુખ માંડવિયા |
રમેશ ધડુક |
જામનગર |
પૂનમ માડમ |
રિપીટ |
આણંદ |
મિતેશ પટેલ |
રિપીટ |
ખેડા |
દેવુસિંહ ચૌહાણ |
રિપીટ |
પંચમહાલ |
રાજપાલસિંહ જાદવ |
રતનસિંહ રાઠોડ |
દાહોદ |
જશવંતસિંહ ભાભોર |
રિપીટ |
ભરૂચ |
મનસુખ વસાવા |
રિપીટ |
બારડોલી |
પ્રભુભાઈ વસાવા |
રિપીટ |
નવસારી |
સી.આર. પાટીલ |
રિપીટ |
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત એક અઠવાડીયામાં થઈ શકે છે. સૌરાષ્ટ્રની ભાવનગર ,અમરેલી સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી. જ્યારે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.
સંપૂર્ણ યાદી
પ્રથમ યાદીમાં આ દિગ્ગજ નેતાઓના નામ પણ સામેલ