VIDEO: ગુજરાતમાં કેજરીવાલની પાર્ટીએ ભાજપમાં પાડ્યું મોટું ગાબડું, દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓએ AAPમાં જોડાયા
BJP Gujarat Leaders joined AAP : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. આ પહેલા ગુજરાતમાં કેજરીવાલની પાર્ટીએ ભાજપમાં પાડ્યું મોટું ગાબડું છે. આજે 01 ફેબ્રુઆરીએ વડોદરાના કરજણમાં ભાજપના અનેક મુખ્ય પદાધિકારીઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા.
AAP નેતા ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં માધ્યમ 'X' પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'કરજણ નગરપાલિકાના ભાજપના ચાલુ હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ આજ શનિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીમાં જોડાનાર તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્વાગત છે. જેમાં કરજણ નગરપાલિકા વર્તમાન પ્રમુખ મીનાબહેન ચાવડા, ઉપપ્રમુખ ભરતસિંહ અટાલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વનરાજસિંહ રાઓલજી, વિરોધપક્ષના નેતા દિગ્વિજયસિંહ અટોદરિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન કાઉન્સિલર મહંમદ સાંધી, સામાજિક ન્યાય સમિતિના વર્તમાન ચેરમેન પ્રકાશભાઈ પરમાર, દસ વર્તમાન કોર્પોરેટરઓ સહિત ભાજપના બે હજાર કરતા પણ વધુ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.'