ઘાટલોડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટરનું રાજીનામુ

કોર્પોરેટરની ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી પણ યોજવી પડશે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News

     ઘાટલોડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટરનું  રાજીનામુ 1 - image

  અમદાવાદ,બુધવાર,22 નવેમ્બર,2023

અમદાવાદના ઘાટલોડીયા વોર્ડમાંથી પહેલી વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવેલા મનોજ પટેલે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે.કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ ઘાટલોડીયા વોર્ડમાં રખડતા પશુઓને લઈ તેમણે ખુબ આક્રમક રજુઆત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી હતી.રોડ ઉપર રખડતા પશુઓને નહીં પકડવા માટે પશુપાલકો પાસેથી નિયમિત હપ્તા વસુલવામાં આવતા હોવા અંગેનો એક વિડીયો પણ સોશિયલ મિડીયામાં એક વર્ષ અગાઉ વાયરલ કરાતા પક્ષ તરફથી તેમને આ પ્રકારે નહીં કરવા તાકીદ કરાઈ હતી.ઘાટલોડીયાના આ કોર્પોરેટરને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળતા તેમણે પક્ષમાંથી રાજીનામુ આપ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરની સંખ્યા ઘટીને ૧૫૯ થવા પામી છે.આગામી સમયમાં ઘાટલોડીયા વોર્ડમાં કોર્પોરેટરની ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી પણ યોજવી પડશે.


Google NewsGoogle News