ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોની જીભ લપસી , બજેટ ઉપર ચર્ચાને બદલે લઘુમતી-બહુમતીવાદને આગળ કરતા હોબાળો
ગોતાના કોર્પોરેટરે મા.જે.પુસ્તકાલયની ચર્ચામાં મુધલ યુગની યાદ તાજા કરી
અમદાવાદ,સોમવાર,24 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિ.ની બજેટ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના
કોર્પોરેટરોની જીભ અનેક વખત લપસી હતી. મકતમપુરાના કોર્પોરેટર હાજી અસરાર બેગે
લઘુમતીને અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી. ગોતાના ભાજપના કોર્પોરેટર અજય દેસાઈએ
મા.જે.પુસ્તકાલયની ચર્ચામાં મુઘલ યુગની યાદ તાજા કરતા વિપક્ષે હોબાળો મચાવતા મેયરે
ભાજપના કોર્પોરેટરને બેસાડી દીધા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ ઉપરની ચર્ચાનુ સ્તર
છેલ્લા કેટલાક વર્ષથી કોર્પોરેટરોમાં બજેટનો અભ્યાસ નહીં કરવાની વૃત્તિના કારણે
સતત નીચે જઈ રહયુ છે. સોમવારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા સમયે કેન્દ્ર
સરકાર તરફથી લેવાતી નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ હેઠળ મ્યુનિ.સ્કૂલબોર્ડના ઘણા
વિદ્યાર્થીઓ સફળ થયા હોવાનો ભાજપના અનિરુધ્ધસિંહ ઝાલાએ ઉલ્લેખ કરતા મકતમપુરાના
હાજી અસરાર બેગે કહયુ, હા પણ
લઘુમતીને અન્યાય કરવામાં આવે છે. મા.જે.પુસ્તકાલયના બજેટની ચર્ચા સમયે ભાજપના
કોર્પોરેટરે મુઘલ સમયમાં અમે કેટલુ બધુ ગુમાવ્યુ તમે એની વાત કરતા નથી એવો ઉલ્લેખ
કરતા વિપક્ષના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો.વિપક્ષનેતાએ કહયુ, મેયર તમારા
કોર્પોરેટરને કહો, આ કમલમનુ
મંચ નથી.મંદિર-મસ્જિદ અને મુઘલ યુગ સુધીની વાત બજેટમાં ના હોય.