Get The App

જન્મજયંતિ વિશેષ: સરદાર વલ્લભભાઈ પટેલના આ અનમોલ વિચાર તમારા જીવનમાં ભરી દેશે નવો જોશ

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
જન્મજયંતિ વિશેષ: સરદાર વલ્લભભાઈ પટેલના આ અનમોલ વિચાર તમારા જીવનમાં ભરી દેશે નવો જોશ 1 - image


Sardal Patel Jayanti Quotes: આજે 31મી ઑક્ટોબરનો દિવસ છે, જે દરેક ભારતીય માટે ખાસ છે. કારણ કે આજે ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. દેશને આઝાદી અપાવવામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું મોટું યોગદાન રહ્યું છે. દેશના નાયબ વડાપ્રધાન એવા સરદાર સાહેબનો આઝાદીની ચળવળ દરમિયાન મહત્ત્વનો ફાળો રહ્યો છે. એ સમયે સૌરાષ્ટ્રના 222 રજવાડાઓને ભેગા કરી સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરવામાં પણ સરદાર પટેલની ભૂમિકા ચાવીરૂપ રહી છે. 15 ઑગષ્ટ 1947ના આઝાદી મળ્યા બાદ તા. 22.1.1949માં રાજકોટમાં સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજય રચવા માટે કરારપત્ર ઉપર સહી કરવામાં આવી હતી.

રાજ્યના સૌ પ્રથમ રાજપ્રમુખ જામનગરના મહારાજ દિગ્વિજયસિંહજી હતા અને પ્રથમ મુખ્યપ્રધાન ઉછરંગરાય ઢેબરની નિમણુંક કરવામાં આવી હતી. નવા રાજ્યની શપથવિધિના સમારોહમાં રાજપ્રમુખ તરીકે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીને શપથ સરદાર વલ્લભભાઈ પટેલે લેવડાવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન દરેક રાજનેતાથી માંડીને યુવાનો માટે પ્રેરણાદાયી રહ્યું છે. એવામાં આવો જાણીએ સરદાર વલ્લભભાઈ પટેલના અનમોલ વિચાર, જે દરેક માટે પ્રેરણાદાયક છે. 

  • દુશ્મનનું લોખંડ ભલે ગરમ હોઈ શકે છે, પરંતુ હથોડો ફક્ત ઠંડો જ કામ કરે છે.

  • કઠિન સમયમાં કાયર માણસો બહાના શોઘે છે. જયારે બહાદુર વ્યકિત રસ્તો શોઘે છે.

  • મફતની વસ્તુ મળે તો તેની કિંમત ઘટી જાય! મહેનતથી મેળવેલી વસ્તુને યોગ્ય ભાવ મળે છે!

  • વધુ બોલવાથી કોઈ ફાયદો નથી, બલ્કે દરેકની નજરમાં નુકસાન જ છે.

  • જીવનમાં જે દુ:ખ સહન કરવાનું લખાયેલું છે તે સહન કરવું પડશે, તો પછી વ્યર્થ ચિંતા શા માટે?

  • બોલવામાં પ્રતિષ્ઠા ન છોડો, ગાળ આપવી એ કાયરોનું કામ છે.

  • અપમાન સહન કરવાની કલા તમારામાં હોવી જોઈએ. 

  • ગરીબોની સેવા જ ઈશ્વરની સેવા છે. 

  • વધુ બોલવાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ નુકસાન થાય છે. 

  • દરેક જાતિ કે રાષ્ટ્ર ખાલી તલવારથી હીરો નથી બની જતું, રક્ષણ માટે તલવાર જરૂરી છે, પરંતુ રાષ્ટ્રની પ્રગતિ તેની નૈતિકતાથી જ માપી શકાય છે.

  • જ્યારે જનતા એક થઈ જાય છે. ત્યારે તેની સામે ક્રૂરથી ક્રૂર શાસન પણ ટકી નથી શકતું, એટલે જાત-પંથ કે ઊચ-નીચના ભેદભાવને ભુલાવીને બધા એક થઈ જાવ.

  • બલિદાનનું મૂલ્ય ત્યારે જ ખબર પડે છે જ્યારે વ્યક્તિએ કોઈ મૂલ્યવાન વસ્તુનો ત્યાગ કરવો પડે. જેણે ક્યારેય ત્યાગ કર્યો નથી, તે તેની કિંમત કેવી રીતે જાણી શકે.

  • મારી એક જ ઇચ્છા છે કે ભારત એક સારો ઉત્પાદક બને અને આ દેશમાં કોઈ ભૂખ્યું ન રહે અને ખોરાક માટે આંસુ વહાવે.


Google NewsGoogle News