રાજકોટ અગ્નિકાંડને લઇને મોટા સમાચાર, CFO અને ડે.CFO સહિત 3 આરોપીઓની ધરપકડ
Big News Rajkot Fire Tragedy: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડના બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બનાવ અંગે રાજકોટ શહેરના સીનીયર પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં સઘન તપાસ હાલ ચાલુ છું. ત્યારે 25 મેના રોજ રાકોટ ટીઆરપી ગેમઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં રાજકોટ શહેર અને તાલુકા પોલેસે વિવિધ કલમો હેઠળ (1) ઇલેશકુમાર વાલાભાઇ ખેર ઉ.વ. 45 (ચીફ ફાયર ઓફીસર આર.એમ.સી.), (2) ભીખાભાઇ જીવાભાઇ ઠેબા ઉવ-54 (ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર આર.એમ.સી.), (૩) મહેશભાઇ અમૃતભાઇ રાઠોડ ઉ.વ-60 (ફેબ્રીકેશનનું કામ રાખનાર તેમજ સુપર વાઇઝર) ની અટકાયત કરી હતી.
25 મે 2024 નો દિવસ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગુજારો દિવસ હતો. આ દિવસે રાજકોટ TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડની તપાસમાં સીટે 100 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ, R&B અને લાયસન્સ વિભાગ સહિત 4 વિભાગની બેદરકારી સામે આવી છે. SITના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા મુજબ હજુ પણ કડક કાર્યવાહી થઈ શકે છે જે કોઈ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહી આવે. પછી ભલે તે કોઈ ઉચ્ચ અધિકારી જ કેમ ના હોય.
તો બીજી તરફ આગામી 25 જૂને રાજકીય અગ્નિકાંડની માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને રાજકીયવાસીઓને સ્વંભૂ જોડાવવાની અપીલ કરવામાં આવ્યું છે.
ઘટનાના 28 દિવસ બાદ રિપોર્ટ સબમિટ
20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તેમાં કામગીરી અધુરી હોવાથી વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સુઓમોટો લઇને 27 મેના રોજ સુનાવણી કરી હતી ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 72 કલાકની અંદર સીટનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે. પરંતુ આજે રાજકોટ અગ્નિકાંડના 28 દિવસ બાદ સીટનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.