Get The App

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ત્રણ પેપરની તારીખો બદલાઈ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ત્રણ પેપરની તારીખો બદલાઈ 1 - image



GSHSEB SSC HSC Exam : રાજ્યના ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12(HSC)ના વિદ્યાર્થીઓની આગામી 27 ફેબ્રુઆરી 2025થી શરુ થશે. આ પરીક્ષા 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જોકે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી, પરંતુ હોળી-ધુળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. 

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ત્રણ પેપરની તારીખો બદલાઈ 2 - image

7 માર્ચના બદલે હવે 12 માર્ચે યોજાશે પરીક્ષા 

ગુજરાત સેકેન્ડરી ઍન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ(GSHSEB)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરુ થશે. આ પહેલાના ટાઇમટેબલ પ્રમાણે આ પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થવાની હતી. પરંતુ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચના રોજ પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. આ ઉપરાંત ભૂગોળની પરીક્ષા આ પહેલા 7 માર્ચના યોજાવાની હતી, પરંતુ હવે તે 12 માર્ચે યોજાશે.

વિગતવાર માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો....

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ત્રણ પેપરની તારીખો બદલાઈ 3 - image


ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ત્રણ પેપરની તારીખો બદલાઈ 4 - image

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ત્રણ પેપરની તારીખો બદલાઈ 5 - image

13 માર્ચના રોજ પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે

બોર્ડ દ્વારા માત્ર 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ટાઇમટેબલ પ્રમાણે સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે લેવાની હતી તે હવે 15 માર્ચે લેવામાં આવશે. તેમજ 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતિ સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. એટલે 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે. 



Google NewsGoogle News