Get The App

ગુજરાતથી મુંબઈ તરફ જતી ટ્રેનોમાં ભીડ ઓછી કરવા રેલવેનો મોટો નિર્ણય, લગાવાશે એકસ્ટ્રા કોચ, જુઓ લિસ્ટ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Train


Indian Railway : લાંબા અંતરની મુસાફરીમાં મુસાફરોને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેલવે મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, મુસાફરોને યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે 46 ટ્રેનોમાં વધારાના કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બેંગલુરુ ભાગલપુર એક્સપ્રેસ (12253/12254), છત્રપતિ શિવાજી ટર્મિનલ નાગપુર સેવાગ્રામ એક્સપ્રેસ (12139/12140) અને કોટા જંક્શન દાનાપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં (09817/09818) સહિત ગુજરાતમાંથી પસાર થતી 4 ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

46 અલગ-અલગ ટ્રેનોમાં 92 નવા કોચ ઉમેરવામાં આવ્યાં

ગત શુક્રવારે (12 જુલાઈ) રેલવે મંત્રાલય દ્વારા તેના ઓફિસિયલ સોશિયલ મીડિયા માધ્યમ પર જાણકારી આપી હતી કે, 'જનરલ કેટેગરીના મુસાફરોને સુવિધા આપવા માટે ભારતીય રેલવે દ્વારા લાંબા અંતરની 46 અલગ-અલગ ટ્રેનોમાં 92 નવા કોચ ઉમેરવામાં આવ્યાં છે. કોચની સંખ્યામાં વધારા સાથે, 22 અન્ય ટ્રેનોની ઓળખણ કરીને તેમાં પણ વધારાના કોચ લગાવવાની રેલવે મંત્રાલયની તૈયાર છે.' 

નવા કોચ ઉમેરાતા મુસાફરોમાં રાહત

આ સાથે રેલવે મંત્રાયલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, લાંબા અંતરની આ ટ્રેનોમાં 92 નવા કોચની વ્યવસ્થા ઉપલબ્ધ કરાતાં મુસાફરોને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ભોગવવી નહીં પડે અને રેલવેમાં પ્રવાસ ખેડવામાં ઘણી રાહત મળશે.

નવા કોચની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી ગુજરાતથી પસાર થતી ટ્રેનો

-  12972/12971 ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ

- 19217/19218  વેરાવળ જંક્શન મુંબઈ બાંદ્રાસ વેરાવળ જંક્શન સૌરાષ્ટ્ર જનતા એક્સેપ્રેસ

- 22956/22955 મુંબઈ બાંદ્રા - ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ

- 20908/20907 ભુજ દાદર સાયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ



Google NewsGoogle News