રાજયના પ્રથમ ગ્રીન બોન્ડનું બીડીંગ , અમદાવાદ મ્યુનિ.ના ૨૦૦ કરોડના બોન્ડ સામે ૪૧૫ કરોડનું સબસ્ક્રીપ્શન

મ્યુનિસિપલ કોર્પોરેશનનો ૨૦૦ કરોડનો ગ્રીન બોન્ડ ૧૩.૬૦ ગણો ભરાયો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News

    રાજયના પ્રથમ ગ્રીન બોન્ડનું બીડીંગ , અમદાવાદ મ્યુનિ.ના ૨૦૦ કરોડના બોન્ડ સામે ૪૧૫ કરોડનું સબસ્ક્રીપ્શન 1 - image   

 અમદાવાદ,સોમવાર, 5 ફેબ્રુ,2024

રાજયના પ્રથમ ગ્રીન બોન્ડનું બીડીંગ થતા શરુઆતની ચાર સેકંડમાં જ અમદાવાદ મ્યુનિ.ના રુપિયા ૨૦૦ કરોડના ગ્રીન બોન્ડ સામે રુપિયા ૪૧૫ કરોડનું સબસ્ક્રીપ્શન મળ્યુ હતુ.મ્યુનિ.નો રુપિયા ૨૦૦ કરોડનો ગ્રીન બોન્ડ ૧૩.૬૦ ગણો ભરાયો હતો.

મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં રાજયના પ્રથમ ગ્રીન બોન્ડનું ઓનલાઈન બીડીંગ પ્લેટફોર્મ ઉપર શરુ કરવામાં આવ્યુ હતુ.AA+ક્રેડીટ રેટીંગ ધરાવતા આ ગ્રીન બોન્ડને શરુઆતની ચાર સેકન્ડમાં જ ભારે પ્રતિસાદ મળતા રુપિયા ૪૧૫ કરોડનું સબસ્ક્રીપ્શન મળ્યુ હતુ.૧૨ કલાકે બીડીંગ પુરુ થયુ ત્યાં સુધીમાં જુદા જુદા ૩૦ ઈન્વેસ્ટર તરફથી રુપિયા ૧૩૬૦ કરોડનું સબસ્ક્રીપ્શન મળ્યુ હતુ.આ બોન્ડ પૈકીના રુપિયા ૧૭૦ કરોડ જી.એસ.એફ.સી., તથા રુપિયા ૩૦ કરોડ અન્ય ચાર ઈન્વેસ્ટરને જી.એસ.એફ.સી.ના બેઝ રેટથી એટલે કે ૭.૯૦ ટકાથી આપવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર તરફથી મળનારા રુપિયા ૨૦ કરોડના ઈન્સેન્ટિવને ધ્યાનમાં રાખતા ગ્રીન બોન્ડનો ઈફેકટિવ રેટ ઓફ ઈન્ટરેસ્ટ ૫.૯૦ ટકા થાય છે.બોન્ડ ઈશ્યૂના મર્ચન્ટ  બેંકર  એસ.બી.આઈ.કેપ્સ અને ટિપસન્સ કન્સલ્ટન્ટન્સી પ્રા.લિ.રહેલા છે.


Google NewsGoogle News