ક્ષત્રિય સમાજને મોટો ઝટકો, ભાવનગરના યુવરાજે કહ્યું- 'રાજકીય લાભ ખાટવા માટે મારા વડીલનો દુરુપયોગ ન કરશો'
Kshatriya Sammelan in Ahmedabad: અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે (20મી સપ્ટેમ્બર) ક્ષત્રિય સામજનું સંમેલન યોજાવાનું છે. પરંતુ તે પહેલાં જ ક્ષત્રિય સમાજને મોટો ઝટકો લાગ્યો છે. ભાવનગરના યુવરાજે આ સંમલેન, કાર્યક્રમ અને સમીતિ સાથે છેડો ફાડ્યો છે. ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી યુવરાજે સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે.
વિજયરાજસિંહ ગોહિલની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ
યુવરાજ જયવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કર્યા બાદ સમગ્ર મામલો ગરમાયો છે. 'હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી, અને હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતાં કોઈપણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી.' યુવરાજનું આ નિવેદન જ ઘણું બધું સૂચવી જાય છે તેવો મત પ્રવર્તી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગોતમાં આવેલા રાજપૂત ભવનમાં 20 સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજ મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન કરશે. જેને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.