Get The App

હવે ભાવનગર-ધોલેરા હાઈવે નહીં થાય બંધ, વિરોધ શરૂ થતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું રદ્દ કર્યું

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રસ્તો બંધ કરવાના નિર્ણયને તઘલખી ગણાવ્યો હતો

4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું

Updated: Apr 14th, 2023


Google NewsGoogle News
હવે ભાવનગર-ધોલેરા હાઈવે નહીં થાય બંધ, વિરોધ શરૂ થતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું રદ્દ કર્યું 1 - image



અમદાવાદઃ ધોલેરા અમદાવાદ  4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે  અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવાનું રહેશે. તે ઉપરાંત વડોદરા જવા માટે પણ વલભીપુર થઈને જવું પડશે.આ રસ્તો અચાનક બંધ કરવાના નિર્ણયને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે તઘલખી નિર્ણય ગણાવ્યો છે.તે ઉપરાંત જાહેરનામા અંગે વિરોધ વધતાં આખરે આ જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. 

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે તઘલખી નિર્ણય ગણાવ્યો
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયાને કહ્યું હતું કે, ભાવનગર અમદાવાદનો રસ્તો અચાનક બંધ કરવાનો નિર્ણય તઘલખી છે. 4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અપાયેલ 80 કિ.મી લાંબુ ડાયવર્ઝન યોગ્ય નથી. આ રસ્તા પર આવેલા ગામડાના લોકોને મોટી પરેશાનીનો સામનો કરવો પડશે. તેમણે આ રસ્તો અચાનક બંધ કરવાના નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં. તે ઉપરાંત આ હાઈવેની આસપાસના ગામડાના લોકોમાં પણ વિરોધનો સુર ઉભો થયો હતો. જેના કારણે આ જાહેરનામું રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

હવે ભાવનગર-ધોલેરા હાઈવે નહીં થાય બંધ, વિરોધ શરૂ થતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું રદ્દ કર્યું 2 - image

જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહીનો આદેશ હતો
હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યુ છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો હતો. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ હતું. જે મુજબ, ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે. ધોલેરા એક્સપ્રેસ વે પર આવેલા ગામડાઓ માટે અલગ થી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. એક્સપ્રેસ વે પર આવેલા ગામડા નાના વાહનો મારફતે બાવળીયા, ભડિયાદ થઈને જઈ શકે છે. આ જાહેરનામું આજ થી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે એવું જણાવાયું હતું. પરંતું 80 કિ.મી લાંબા ડાયવર્ઝનને કારણે વિરોધના સુર વહેતા થતાં જ તંત્ર સફાળુ જાગ્યું અને જાહેરનામાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 



Google NewsGoogle News