Get The App

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત

Updated: Jul 7th, 2020

GS TEAM


Google News
Google News
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત 1 - image


અમદાવાદ, તા. 07 જુલાઈ 2020 મંગળવાર

22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેઓને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

પરંતું તેમની તબિયત વધુ લથડતા તેઓને થોડા દિવસમાં અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરાયા હતા. જેના બાદ તેમની તબિયત સતત નાજુક રહેતી છે. હાલ નાજુક તબિયતના કારણે ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. 

તેમની તબિયત અંગે સિમ્સ હોસ્પિટલે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, 6 જુલાઈના રોજ ભરત સોલંકી કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયા હતા.

દિવસ દરમિયાન તેમની ઓક્સિજનની જરૂરિયાતમા વધારો થયો છે. હાલમા તેઓને BIPAP પર રાખવામાં આવ્યા છે. હજી ઓક્સિજનની જરૂરિયાત વધી શકે છે.

તો બીજી તરફ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ 80 વર્ષે કોરોનાને માત આપી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે શંકરસિંહ વાઘેલાને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલા એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Tags :