Get The App

ગમે ત્યાં કચરો નાંખતા પહેલા ધ્યાન રાખજો , અમદાવાદમાં કચરો નાંખનારા ઉપર cctv કેમેરાની નજર રહેશે

કચરો નંખાતો હોય એવા ન્યુસન્સ પોઈન્ટ સહિત અન્ય સ્થળે ૩૦૦ કેમેરા લગાવાશે

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News

     ગમે ત્યાં કચરો નાંખતા પહેલા ધ્યાન રાખજો , અમદાવાદમાં કચરો નાંખનારા ઉપર cctv  કેમેરાની નજર રહેશે 1 - image

  અમદાવાદ,શુક્રવાર,15 ડીસેમ્બર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગ ઉપર ગંદકી કે કચરો નાંખનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.આમ છતાં એક જ જગ્યા ઉપર વારંવાર કચરો નાંખવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યુ છે.શહેરને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો નાંખવામાં આવતો હોય એવા ન્યુસન્સ પોઈન્ટ સહિત અન્ય સ્થળે એમ કુલ મળીને ૩૦૦ સી.સી.ટી.વી.કેમેરા લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સી.સી.ટી.વી. કેમેરામાં કચરો નાંખતા ઝડપાઈ જનારાને મોટી રકમનો દંડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

અમદાવાદના જાહેર સ્થળો સહિતની જગ્યાઓ ઉપર વાયરલેસ સી.સી.ટી.વી.સિસ્ટમ સીમ અને મેમરી કાર્ડ સાથે કાર્યરત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર દ્વારા બિડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.ઓફર મેળવનારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સુચવવામાં આવે તે સ્પોટ ઉપર અંદાજે ૩૦૦ સી.સી.ટી.વી.કેમેરાના ઈન્સ્ટોલેશન કરી મેઈન્ટેઈનન્સની કામગીરી કરવાની રહેશે.જે તેે  સ્પોટ ઉપર સી.સી.ટી.વી.કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા બાદ કેમેરાની કનેકટિવીટી કોમ્પ્યુટર સિસ્ટમની મદદથી મ્યુનિ.ના સ્માર્ટસિટી કમાન્ડ કંટ્રોલરુમ સુધી સ્પોટ ઉપર લગાવવામાં આવેલા સી.સી.ટી.વી.કેમેરાનુ રેકોર્ડીંગ ગણતરીની મિનીટમાં પહોંચતુ થઈ જશેે.આ રેકોર્ડીંગના આધારે જે તે સ્પોટ ઉપર કચરો ફેંકીને ગંદકી કોણે કરી હતી એ બાબત સ્પષ્ટ જોવા મળી શકશે.કોઈ એક જ વ્યકિત કે એકમ દ્વારા એક જ સ્પોટ ઉપર કચરો ફેંકી ગંદકી કરવામાં આવતી હશે તો એ બાબત પણ સી.સી.ટી.વી.કેમેરાના મળેલા ફુટેજના આધારે મ્યુનિ.તંત્રના અધિકારીઓને સ્પષ્ટ જોવા મળી શકશે.બાદમાં તંત્ર મોટી રકમ સુધીનો દંડ વસુલ કરી શકશે.

પાયલોટ પ્રોજેકટમાં પાંચ સ્પોટ ઉપર  બિડરે કામગીરી કરવી પડશે

અમદાવાદમાં ન્યુસન્સ પોઈન્ટ સહિતના અન્ય સ્પોટ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાનો  કોન્ટ્રાકટ મેળવનારા બિડરે પાયલોટ પ્રોજેકટના ભાગરુપે પાંચ સ્પોટ ઉપર બિડરે સી.સી.ટી.વી.કેમેરા ઈન્સ્ટોલ કરી ૧૫ દિવસનું રેકોર્ડીંગ કરી મેમરીકાર્ડમાં મ્યુનિ.તંત્રને આપવુ પડશે.

ઝોનવાઈસ એકટિવ ન્યુસન્સ પોઈન્ટ કેટલાં

ઝોન    ન્યુસન્સ પોઈન્ટ

પશ્ચિમ  ૦૩

ઉત્તર   ૦૩

દક્ષિણ  ૧૨

મધ્ય   ૧૨

ઉ.પ.   ૧૪

દ.પ.   ૦૩


Google NewsGoogle News