Get The App

સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તકનું વિમોચન કરાયું

મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેસદાસજી દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં પ્રમુખ સ્વામીના જીવન કાર્ય અને યોગદાનનો ઉલ્લેખ

Updated: Mar 23rd, 2025


Google News
Google News
સંતવિભૂતિ  પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તકનું વિમોચન કરાયું 1 - image

અમદાવાદ, રવિવાર

ભારતની રાષ્ટ્રીય સંસ્થા સાહિત્ય અકાદમી અને બી એ પી એસ સ્વામીનારાયણ સંશોધન સંસ્થાન દિલ્હીના સંયુક્ત ઉપક્રમે  સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ પુસ્તકના વિમોચન સંભારભ  અમદાવાદ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર શાહીબાગ ખાતે યોજાયો હતો.  આ પુસ્તક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેસદાસજી દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય  અને તેમના વૈશ્વિક પ્રભાવને સરળતાથી રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક સાત પ્રકરણો દ્વારા પ્રમુખસ્વામીજીના નિઃસ્વાર્થ યોગદાનને ઉજાગર કરે છે, જે કરુણા, સેવા અને શ્રદ્ધા જેવાં મૂલ્યોની પ્રેરણાઆપે છે. વિશ્વશાંતિ અને' વસુધૈવ કુટુંબકમ્'ની ભાવનાને પ્રોત્સાહન આપતું આપુસ્તક પ્રમુખસ્વામીજીના આધ્યાત્મિક જીવનને એક પ્રેરકઆદર્શતરીકે રજૂ કરે છે. આ વિમોચન સમારોહમાં પ્રાસંગિક ઉદ્બોધન અને સ્વાગત પ્રવચન બાદ  'પ્રમુખસ્વામી મહારાજ: મારી દૃષ્ટિએ, મારો અનુભવ' કાર્યક્રમ અંતર્ગત  સ્વામી ભદ્રેશદાસજીએ તથા અન્ય મહાનુભાવોએ તેમના  પ્રમુખસ્વામી મહારાજના સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા.  

સંતવિભૂતિ  પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તકનું વિમોચન કરાયું 2 - image

ઉલ્લેખનીય છે કે  પ્રમુખ સ્વામી મહારાજે તેમના વર્ષ 2021 થી વર્ષ 2016ના તેમના જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે કઠીન પુરૂપાર્થ  એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ તૈયાર કર્યો છે. તેમણે જીવનમાં  17 હજારથી વધુ ગામોમાં વિચરણ કરીને કરી અઢી લાખથી વધુ ઘરોમાં પધારમણી કરી હતી.  સાથેસાથે સાત લાખથી વધુ પત્રોના જવાબ આપ્યા છે. આ ઉપરાંત, 1100 જેટલા મંદિરોનું સર્જન કરી સમાજને મોટી ભેટ આપી છે.


Tags :
BAPS-release-book-on-pramukh-swami-maharaj-wok-and-life

Google News
Google News