Bank Holiday: ઑક્ટોબરમાં તહેવારો વચ્ચે આઠ દિવસ બૅન્કો બંધ રહેશે, જાણો ક્યારે?
Bank Holiday List in October 2024: શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા બાદ ફરી પાછી તહેવારોની સિઝન શરુ થશે. આ તહેવારોની સિઝનમાં જો તમે બૅન્ક સંબંધિત કોઈ મહત્ત્વનું કામ કરવાનું વિચારી રહ્યા હોવ, તો તે કામનું આયોજન કરતાં પહેલાં બૅન્ક હોલિડે લિસ્ટ અવશ્ય ચકાસજો. જેથી તમેને ધક્કો ન થાય. આગામી મહિને ઑક્ટોબરમાં બૅન્કો 15 દિવસ સુધી બંધ રહેવાની છે. જેમાં બીજો અને ચોથો શનિવાર અને રવિવાર સામેલ છે.
ગુજરાતમાં આઠ દિવસ બૅન્કો બંધ
ઑક્ટોબર મહિનામાં ગાંધી જયંતિ, નવરાત્રી, દશેરા, કડવા ચોથ, ધનતેરસ અને દિવાળી જેવા મુખ્ય તહેવારો છે. ગુજરાતમાં ઑક્ટોબર મહિનામાં બૅન્કો કુલ આઠ દિવસ બંધ રહેશે. જેમાં બીજો અને ચોથો શનિવાર અને ચાર રવિવાર પણ સામેલ છે. 2 ઑક્ટોબરે ગાંધી જ્યંતિ, અને 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ જ્યંતિ(દિવાળી)ની જાહેર રજાઓ સામેલ છે.
બૅન્કો આ દિવસે બંધ રહેશે
1 ઑક્ટોબર: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને કારણે સ્થાનિક રજા.
2 ઑક્ટોબર: મહાત્મા ગાંધી જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય રજા.
3 ઑક્ટોબર: શારદીય નવરાત્રિ અને મહારાજા અગ્રસેન જયંતિ.
6 ઑક્ટોબર: સાપ્તાહિક રજા (રવિવાર).
10 ઑક્ટોબર: મહા સપ્તમી.
11 ઑક્ટોબર: મહાનવમી.
આ પણ વાંચોઃ સોનાની ચમક વધી, ઓલટાઈમ હાઈ સાથે 75000ને પાર, ચાંદી પણ રૂ. 90000ને વટાવી ગઈ
12 ઑક્ટોબર: દશેરા અને બીજો શનિવાર.
13 ઑક્ટોબર: સાપ્તાહિક રજા (રવિવાર).
14 ઑક્ટોબર: ગંગટોકમાં દુર્ગા પૂજા (દસૈન) અને દશેરા.
16 ઑક્ટોબર: લક્ષ્મી પૂજા (અગરતલા, કોલકાતા).
17 ઑક્ટોબર: મહર્ષિ વાલ્મીકિ જ્યંતિ.
20 ઑક્ટોબર: સાપ્તાહિક રજા (રવિવાર).
26 ઑક્ટોબર: વિલય દિવસ (જમ્મુ અને કાશ્મીર) અને ચોથો શનિવાર.
27 ઑક્ટોબર: સાપ્તાહિક રજા (રવિવાર).
31 ઑક્ટોબર: નરક ચતુર્દશી, સરદાર વલ્લભભાઈ પટેલ જ્યંતિ અને દિવાળી.
(નોંધઃ ઉપરોક્ત આપેલ રજાઓમાંથી ઘણી રજાઓ રાજ્ય સ્તરે રહેશે.)