બનેવીએ સાળીને માર મારી કપડાં ફાડી તોડફોડ કરી
પતિની બહાર ગયા હતા ઘરમાં એલ.ઇ.ડી. ટીવી, ફ્રીજની તોડફોડ કરી
બહેને વાળ પકડીને મારી જતા જતા તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપી
અમદાવાદ, શનિવાર
મીરઝાપુરમાં રહેતી મહિલાના ઘરે મધકાતે તેમના બનેવી આવ્યા હતા અને મહિલાને માર મારી કપડાં ફાડી નાંખીને ઘરમાં તોડફોડ કરી હતી એટલું જ નહી મહિલાની માતાને મોંઢાના ભાગે લાતો મારતાં નસકોરી ફૂટતાં નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું જ્યારે તેમની બહેનને વાળ પકડીને મારી હતી અને જતા જતા તમામને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિરઝાપુરમાં મધરાતે ઘરમાં ઘૂસીને મોંઢાના ભાગે લાતો મારતા માતા લોહી લુહાણ થઇ બહેને વાળ પકડીને મારી જતા જતા તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપી
મીરઝાપુરમાં રહેતી મહિલાએ વિસ્તારમાં રહેતા પોતાના જીજાજી સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા જ્યાં રહે છે એપાર્ટમેન્ટમાં ઉપરના માળે માતા તથા મોટા બહેન પરિવાર સાથે રહે છે. ગઇકાલે રાતે પતિ કામ અર્થે બહાર ગયા હતા અને મહિલા ઘરે એકલી હતી ત્યારે મધરાતે જીજાજીએ આવીને દરવાજો ખટખાવતાં દરવાજો ખોલતાની સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મહિલા સાથે મહિલા કંઇ વિચારે તે પહેલા મારા મારી કરવા લાગ્યા હતા માર મારીને કપડાં ફાડી નાંખીને પેટમાં લાતો મારીને ઘરમાં એલ.ઇ.ડી.ટીવી અન ફ્રીજની તોડફોડ કરીને તિજોરીનો સામાન વેરવિખેર કર્યો હતો.
બુમાબુમ થતાં ઉપરના માળે રહેતી માતા અને બહેન દોડી આવ્યા હતા આરોપીએ મહિલાની માતાને મોંઢાના ભાગે લાતો મારતાં નસકોરી ફૂટતાં નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું જ્યારે તેમની બહેનને વાળ પકડીને મારી હતી અને જતા જતા તમામને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.