રાજકોટની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડનો પર્દાફાશ, ખંખેરી લીધા સરકારના 2 કરોડ રૂપિયા
રાજકોટમાં આવેલી બેબિકેર હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ કરોડો રુપિયાનું કૌભાંડ કરતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી હાથી ધરી હતી. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડમાં કરોડો રુપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સામે કડક વણલ દાખવી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર મામલામાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતા હોસ્પિટલને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આયુષ્યમાન કાર્ડમાં ખોટા રિપોર્ટ રજૂ કરી કૌભાંડને અંજામ આપી સરકારના બે કરોડ બૂચ
પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટ ખાતે આવેલી બેબિકેર હોસ્પિટલ દ્વારા સરકારની ચાલતી આયુષ્યમાન કાર્ડની યોજનામાં ખોટા પૂરાવાઓ રજૂ કરીને આશરે બે કરોડથી વધુ રુપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. કૌભાંડ અંગે સમગ્ર જાણકારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા મળતા આખા ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. વધુમાં મળતી વિગત પ્રમાણે, આ કૌભાંડ અંગે ડોક્ટર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવતી હતી. કરોડો રુપિયાના કૌભાંડની તસવીર આરોગ્ય વિભાગમાં ખુલતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને 6,54,79,500 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સરકારનો કરોડોનો દંડ છતાં પોલીસની કોઈજ ફરિયાદ નહીં
કરોડો રુપિયાના કૌભાંડમાં સરકારે હોસ્પિટલને 6.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેવામાં બીજી તરફ સમગ્ર ઘટના અંગે પોલીસ તરફથી કોઈજ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે સરકારે કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો હોવા છતાં પોલીસ દ્વારા હોસ્પિટલના આ કૌભાંડ સાથે સંકળાયેલા આરોપી સામે કોઈ ફરિયાદ કરી નથી. જ્યારે પોલીસ ચોરીના સામાન્ય કિસ્સાઓમાં ફરિયાદ દાખલ કરતી હોય છે. તો સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર હોસ્પિટલ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એ પ્રશ્ન છે.