Get The App

આયુષમાન ભારત ડીજીટલ હેલ્થ એકાઉન્ટ, અમદાવાદમાં ૧૦ મહિનામાં ૫૯ હજારથી વધુ લોકોએ હેલ્થકાર્ડ મેળવ્યા

કોઈપણ વ્યકિત તેના તમામ પ્રકારના મેડીકલ રેકોર્ડ અપડેટ રાખી શકે છે

Updated: Feb 5th, 2023


Google NewsGoogle News

     આયુષમાન ભારત ડીજીટલ હેલ્થ એકાઉન્ટ, અમદાવાદમાં ૧૦ મહિનામાં ૫૯ હજારથી વધુ લોકોએ હેલ્થકાર્ડ મેળવ્યા 1 - image

  અમદાવાદ,રવિવાર, 5 ફેબ્રુ,2023

આયુષમાન ભારત ડીજીટલ હેલ્થ એકાઉન્ટ યોજના અંતર્ગત ૧૦ મહિનાના સમયમાં અમદાવાદમાં ૫૯ હજારથી વધુ લોકોએ હેલ્થ કાર્ડ મેળવ્યા છે.આભા ડીજીટલ હેલ્થ કાર્ડના નામથી જાણીતા આ કાર્ડની મદદથી કોઈપણ વ્યકિત તેના તમામ પ્રકારના મેડીકલ રેકોર્ડ અપડેટ રાખી શકે છે.વ્યકિતની બિમારીના રીપોર્ટ,નિદાન અને દવાના પ્રિસ્ક્રીપ્શન વગેરે વિગત તેના એકાઉન્ટમાં સેવ કરી શકાય છે.

ભારત સરકાર દ્વારા આયુષમાન ભારત ડીજીટલ હેલ્થ એકાઉન્ટ યોજના ૨૭ સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ શરુ કરવામાં આવી હતી.યોજનાનો મુખ્ય હેતુ દરેક નાગરિકને ડીજીટલ હેલ્થ એકાઉન્ટ આઈ.ડી.પ્રદાન કરવાનો હતો.આ એકાઉન્ટથી વ્યકિત તેના તમામ તબીબી રેકોર્ડ સરળતાથી સાચવી શકે છે.દેશમાં ગમે તે સ્થળથી આ એકાઉન્ટની મદદથી મેળવેલા આભા હેલ્થકાર્ડનો ઉપયોગ થઈ શકે છે.એકાઉન્ટની ઓળખ માટે ૧૪ અંકનો ઓળખ નંબર આપવામાં આવે છે.હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રીનો ઉપયોગ કરી શકાય છે.જેમાં દેશભરના તમામ ડોકટરોની વિગતનુ સંકલન કરવામાં આવ્યુ છે.આધારકાર્ડની મદદથી આભા કાર્ડ મેળવી શકાય છે.આભા હેલ્થ આઈ ડી કાર્ડ ઓનલાઈન પણ જનરેટ કરી શકાય છે.ટેકો એપ્લિકેશન ઉપરાંત એન.સી.ડી.એપ્લિકેશન કે કોવિન એપ્લિકેશન ઉપરાંત મ્યુનિ.ના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આભા હેલ્થકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે.

એપ્રિલ-૨૦૨૨થી બે ફેબુ્આરી-૨૦૨૨ સુધીમાં શહેરના સાત ઝોનમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે અત્યારસુધીમાં કુલ મળીને ૫૯,૦૭૩ લોકોએ આભા હેલ્થ કાર્ડ કે આઈ.ડી.મેળવ્યા છે.પૂર્વ ઝોન વિસ્તારમાં અત્યારસુધીમા કુલ૧૩૩૬૦ લોકોએ આભા હેલ્થકાર્ડ મેળવ્યા છે.ઉપરાંત  દક્ષિણઝોન વિસ્તારમાં ૧૦૪૯૪, મધ્યઝોન વિસ્તારમાં ૪૬૯૧, ઉત્તર-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૪૪૧૪ લોકોએ આભા હેલ્થકાર્ડ મેળવ્યા છે.ઉત્તરઝોનમાં૯૫૧૬, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૬૫૨૮ જયારે પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ મળીને ૯૫૨૦ લોકોએ આભા હેલ્થકાર્ડ જનરેટ કરાવ્યા છે.


Google NewsGoogle News