અયોધ્યા યાત્રા કરવા માટે મળશે 5 હજાર રૂપિયાની સહાય, 31 ડિસેમ્બર સુધીમાં કરો ઓનલાઈન અરજી
Ayodhya Ram-Mandir Yatra : અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. જેમાં રામ જન્મભૂમિ- મા શબરી સ્મૃતિ યાત્રા યોજના હેઠળ અયોધ્યા દર્શન કરાવાશે. આ યોજનાનો લાભ લેવા માટે લોકોએ 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન માધ્યમથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ અને 9978412284 પર સંપર્ક કરીને વધુ જાણકારી મેળવી શકાશે.
રામ મંદિરના દર્શન માટે રૂ.5000ની સહાય
ગુજરાતમાં ઘણા એવા પરિવાર હશે જેમને અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવાની અભિલાષા હોય. પરંતુ આર્થિક સગવડતા ન હોવાથી તેઓ પોતાની ઈચ્છા પૂરી કરી શકતા નથી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ સહિતના લોકોને રામ મંદિરના દર્શન કરવા માટે રૂ.5000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષમાં ગુજરાતમાં વસવાટ કરતાં કુલ 10 હજારથી વધુ યાત્રાળુઓ આ યોજનાનો લાભ લીધો છે. યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરતાં યાત્રાળુઓએ યાત્રાની શરૂઆત-અંતની તારીખ, સ્થળ, મોબાઈલ નંબર, આધારકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંકની માહિતી સહિતની જાણકારી આપવાની રહે છે.
અયોધ્યા રામ મંદિરની યાત્રા કરવા ઈચ્છુક નાગરિકોએ અરજી કરતી વખતે જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. જેમાં અરજી કર્યા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આમ મંજૂરી મળ્યાં બાદ યાત્રાને લગતા જરૂરી પૂરાવા ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહે છે.