એક લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડશે , ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચ માટે એ.એમ.ટી.એસ.-બી. આર.ટી.એસ. બસ ફળવાઈ

સવારના ૬થી રાત્રિના ૧કલાક સુધી મ્યુનિ.બસ સેવા લોકોને મળી રહેશે

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News

     એક લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડશે , ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચ માટે એ.એમ.ટી.એસ.-બી. આર.ટી.એસ. બસ ફળવાઈ 1 - image

  અમદાવાદ,શુક્રવાર,17 નવેમ્બર,2023

આવતીકાલ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે વિશ્વકપની ફાઈનલ  મેચ રમાશે.આ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.મ્યુનિ.તંત્ર તરફથી આ મેચ માટે એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે.સવારના ૬થી રાત્રિના ૧ કલાક સુધી બંને મ્યુનિ.બસ સેવા લોકોને મળી રહેશે.મેચ પુરી થયા બાદ શહેરમાં કોઈપણ સ્થળે પહોંચવા માટે રુપિયા ૨૦ ભાડુ નકકી કરવામાં આવ્યુ છે.

૧૯ નવેમ્બરે  ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ-૨૦૨૩ની ફાઈનલ મેચ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે.સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે એ.એમ.ટી.એસ.દ્વારા એ.એમ.ટી.એસ.દ્વારા હયાત ૧૧ રુટની ૬૯ બસ સવારના ૬થી મોડી રાતે ૧૧ કલાક સુધી તથા નાઈટના પાંચ રુટની પચાસ બસ રાત્રિના ૮.૩૦ કલાકથી રાત્રિના ૧ કલાક સુધી એમ કુલ મળીને ૧૬ રુટ ઉપર ૧૧૯ બસ સંચાલનમાં મુકવામાં આવશે.વાડજ,લાલદરવાજા ઉપરાંત સારંગપુર,મણીનગર વગેરે ટર્મિનસ ઉપરથી બસ ઉપાડવામાં આવશે.મેચના દિવસે ૨૭ અધિકારીઓને બસ વ્યવસ્થા તથા ટ્રાફીક નિયમન વ્યવસ્થા અંગેની ફરજ સોંપવામાં આવી છે.બી.આર.ટી.એસ.દ્વારા પણ સવારના ૬થી રાત્રિના ૧ કલાક સુધી કુલ ૪૫ બસની વ્યવસ્થા  ઝુંડાલ સર્કલથી નારોલ સર્કલ તથા ઝુંડાલ સર્કલથી એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ સુધી કરવામાં આવી છે.અન્ય કુલ ૧૬ રુટની ૪૬ બસ વિસત જંકશન સુધી સવારના ૯થી મેચ પુરી ના થાય ત્યાં સુધી બી.આર.ટી.એસ.દ્વારા ઉપલબ્ધ કરાવાશે.આમ બી.આર.ટી.એસ.ની કુલ ૯૧ બસ  વિશ્વકપની ફાઈનલ મેચ માટે મુકવામાં આવશે.


Google NewsGoogle News