Get The App

AUDAનું બુદ્ધિનું દેવાળું: ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો નહીં, સીધેસીધી દીવાલ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
AUDAનું બુદ્ધિનું દેવાળું: ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો નહીં, સીધેસીધી દીવાલ 1 - image


Ahmedabad Ghuma-Shilaj Overbridge: અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયું નથી ત્યારે બોપલ-ઘુમા-શીલજમાં પણ રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી છે. 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી. આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દીવાલ છે, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનારા વાહનચાલકો આગળ કેવી રીતે જશે એ સવાલ ઊભો થયો છે. એટલું જ નહીં, આ ઓવરબ્રિજને જોતાં ઔડાની ઇજનેરી કુશળતા છતી થઈ છે. 

શું છે સમગ્ર ઘટના?

અમદાવાદમાં 80 કરોડના ખર્ચે ઘુમા-શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થઈ રહ્યો છે. છેલ્લાં પાંચેક વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. રેલવે ઓવરબ્રિજની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી છે. તેનું કારણ છે કે, બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ સ્થિતિ જ નથી. શીલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફૂટના અંતરે દીવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. બ્રિજ પૂરો થયા બાદ માત્રને માત્ર 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શીલજ તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી છે. 

આ પણ વાંચોઃ સુરતમાં અકસ્માતના ચાર બનાવમાં ચારના મોત, અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસ કોન્સ્ટેબલનું મોત

અધિકારીઓનું અણધડ આયોજન

અણધડ આયોજનને કારણે હવે રેલવે ઓવરબ્રિજ શરુ થઈ શકે તેમ નથી. અધિકારીઓનું કહેવું છે કે, શીલજ તરફ જવા માટે 45 મીટરના રોડ માટેની પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી. મહત્ત્વની વાત તો એ છે કે, બ્રિજના છેવાડાનો ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેવું પણ જાણવા મળ્યું છે, ત્યારે રોડ માટે ઝોનમાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. આ ઝોન ફેરફાર માટેની પ્રક્રિયા પછી રોડ બની શકશે. આ જોતાં ઘુમા-શીલજ બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર તો થઈ ગયો છે પણ હવે વાહનચાલકોને તે ઉપયોગી બને તે માટે હજુ રાહ જોવી પડશે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરીબોના મોઢામાંથી કોળીયો છીનવતા કાળાબજારિયા બેફામ, 43% અનાજ સગેવગે કરી નાખે છે

નોંધનીય છે કે, ઘુમા-શીલજ રેલવે ઓવરબ્રિજ કોઈપણ પ્લાનિંગ વિના નિર્માણ કરાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ બ્રિજના નિર્માણ પહેલાં જ સરવેની કામગીરી થઈ જવી જોઈએ. હાલ, આ ગોટાળાને કારણે બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે અને ક્યારે તેનું ઉદ્ઘાટન થશે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી. 



Google NewsGoogle News