સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં મોટાપાયે સર્ચ ઓપરેશન, વિવિધ એજન્સીના 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં મોટાપાયે સર્ચ ઓપરેશન, વિવિધ એજન્સીના 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો 1 - image


Attempted Train Derailment in Surat : ઉત્તરપ્રદેશમાં એક બાદ એક ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે થોડા દિવસ અગાઉ ગુજરાતના સુરતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, રેલવે સ્ટાફની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. ત્યારે હવે સુરતના કીમ-કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ પર શનિવારે ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસની તપાસ તેજ કરી દેવાઈ છે. આ ઘટના બાદ અધિકારીઓ અને તંત્ર દોડતું થયું છે.


પોલીસના 140 જવાનોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવાના કાવતરા પાછળ કોનો હાથ છે તેનો પર્દાફાશ કરવા માટે NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં જોડાઈ છે. પોલીસના 140થી વધુ જવાનો કલાકોથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં મોટાપાયે સર્ચ ઓપરેશન, વિવિધ એજન્સીના 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો 2 - image

જેમાં 8 PSIના દેખરેખમાં 8 ટીમ કામે લાગી છે. ટ્રેકની નજીકના ઝાડી-ઝાંખરાઓ, ખેતરો સહિત આસપાસના વિસ્તારો ખૂંદવામાં આવી રહ્યા છે. તો વહેલી સવારથી જ ડ્રોનની મદદથી પણ સર્વેલન્સ કરાઈ રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે.

સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં મોટાપાયે સર્ચ ઓપરેશન, વિવિધ એજન્સીના 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો 3 - image

શું બની હતી ઘટના?

પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તરપ્રદેશ લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મુકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. બનાવની જાણ થતા સુરત ગ્રામ્ય તેમજ રેલ્વેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી. જણાવી દઈએ કે, અજાણ્યા શખ્સો દ્વારા અપલાઈન ઉપર રેલ્વે ટ્રેકની સેફ્ટી પિન (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. 71 ERS પેડલોક અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.


 બનાવ અંગે કીમ સ્ટેશનના માસ્ટરને જાણ કરાતા તેમણે તાત્કાલિક ગરીબ રથ ટ્રેનને કોસંબા રેલ્વે સ્ટેશને પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પાદારે રેલ્વે ટ્રેક પર 3 અજાણ્યા શખ્સોની ચહલપહલ પણ જોવા મળી હતી. વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા વ્યક્તિઓને જોતાં તેઓને બૂમો પાડતા તે લોકો તાત્કાલિક નાસી છૂટ્યા હતા.

સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં મોટાપાયે સર્ચ ઓપરેશન, વિવિધ એજન્સીના 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો 4 - image

ઉત્તરપ્રદેશમાં એક બાદ એક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ

ઉત્તરપ્રદેશમાં સતત ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરાઈ રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આજે ઉત્તરપ્રદેશના કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો છે, જે અથડાય તો મોટી દુર્ઘટના બની હોત. આ સિવાય કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું રચાયું હતું. જે માટે LPG સિલિન્ડર રેલવે ટ્રેક પર રખાયો હતો. આ ઉપરાંત રેલવે લાઇન નજીક પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતા. તો થોડા દિવસ અગાઉ જ ઉત્તરપ્રદેશના રામપુરમાં રેલવે ટ્રેક પર સાત મીટર લાંબો થાંભલો મૂકીને કાઠગોદામ-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે લોકો પાયલટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે કાસગંજ-ફરૂખાબાદ રેલવે ટ્રેક પર ભટાસા રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પર મોટા લાકડાં મુકી દેવામાં આવ્યા હતા, જેને ટકરાતા એક પેસેન્જર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. 

સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કેસમાં મોટાપાયે સર્ચ ઓપરેશન, વિવિધ એજન્સીના 140 જવાનોએ આખો વિસ્તાર ખૂંદ્યો 5 - image


Google NewsGoogle News