Get The App

ચગડોળમાં તકરાર કરતાં છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ

-- યુવકને ધરમ કરતાં ધાડ પડી

દાણીલીમડા પોલીસ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ચગડોળમાં  તકરાર કરતાં  છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ 1 - image

અમદાવાદ,બુધવાર

દાણીલીમડામાં યુવકને ધરમ કરતા ઘાડ પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દાણીલીમડામાં ચગડોળમાં ત્રણ શખ્સો બુમો પાડીને તકરાર કરતા હતા. જેથી ત્યાં હાજર યુવક છોડાવવા વચ્ચે પડતાં તેના ઉપર ઉશ્કેરાઇને છરીના ઘા મારીને ગંભીર રીત ઘાયલ કર્યો હતો. હાલમાં યુવક આઇસીયુંમાં સારવારહેઠળ છે. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

તકરાર કરનારા એક થઇ ગયા અને નિર્દોષ યુવક ઉપર ઘાતક હુમલો કરતાં એલ.જી.હોસ્પિટલમાં આઇસીયુંમાં સારવાર હેઠળ, દાણીલીમડા પોલીસ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧ના રોજ સાંજે છ વાગે યુવક અને તેના નાનાભાઇ ફૈશલનગર ખાતે ખુલ્લા મેદાનમાં ભરાયેલા મેળામાં ફરવા માટે ગયા હતા. જ્યાં ચગડોળમાં ત્રણ શખ્સો બુમો પાડીને તકરાર કરતા હતા જેથી ફરિયાદીનો ભાઇ છોડાવવા વચ્ચે પડતાં તેના ઉપર ઉશ્કેરાઇને છરીના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો બુમાબુમ થતાં આરોપી નાસી ગયા હતા. ગંભીર રીત ઘાયલ યુવકને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરતાં હાલ તે આઇસીયુંમાં સારવારહેઠળ છે. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Tags :