Get The App

એસ.વી.પી.હોસ્પિટલ ખાતે જામનગરના દોઢ વર્ષના બાળકના લીવરના કેન્સરની જટિલ સર્જરી કરાઈ

હિપેટોબ્લાસ્ટોમા નામનુ કેન્સર દસ લાખ બાળકમાંથી એકાદ બાળકને થતુ હોય છે

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News

       એસ.વી.પી.હોસ્પિટલ ખાતે  જામનગરના દોઢ વર્ષના બાળકના લીવરના કેન્સરની જટિલ સર્જરી કરાઈ 1 - image

 અમદાવાદ,શુક્રવાર,19 જુલાઈ,2024

અમદાવાદની એસ.વી.પી.હોસ્પિટલ ખાતે જામનગરથી લાવવામા આવેલા દોઢ વર્ષના બાળકના લીવરના કેન્સરની જટિલ સર્જરી કરવામાં આવી છે.હિપેટોબ્લાસ્ટોમા નામનુ કેન્સર દસ લાખ બાળકમાંથી એકાદ બાળકને થતુ હોય છે.

જામનગરના દોઢ વર્ષના બાળકને સાત કિમોથેરાપીના ડોઝ અન્ય હોસ્પિટલ ખાતે આપવામાં આવ્યા હતા.તેને ઓપરેશનની આવશ્યકતા જણાઈ હતી.અન્ય હોસ્પિટલ ખાતે આ ઓપરેશન ના થઈ શકતા ૩ જુલાઈએ મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ ખાતે ગેસ્ટ્રો સર્જન ડોકટર પ્રેમલ દેસાઈ તથા પીડિયાટ્રીક સર્જન ડોકટર રામેન્દ્ર શુકલાની આગેવાની હેઠળની ટીમ દ્વારા જટિલ ઓપરેશન કરવામા આવ્યુ હતુ.છ કલાક સુધી ચાલેલા ઓપરેશન સમયે બાળકના લીવરનો ૬૦ ટકા જેટલો ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો.બાળકના જીવના જોખમ ધરાવતુ આ ઓપરેશન કર્યા બાદ તે ગંભીર સ્થિતિમાંથી બહાર આવ્યુ હતુ.બીજા દિવસે તેના માતા-પિતા સાથે રમતુ થયુ હતુ.ત્રણ લાખના ખર્ચે થતુ આ ઓપરેશન પી.એમ.જે.વાય.યોજના અંતર્ગત વિનામૂલ્યે કરાયુ હતુ.


Google NewsGoogle News