સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરદારબ્રિજ નીચે ખાણી-પીણી બજાર શરુ કરવા તંત્રની તૈયારી

સરદાર પ્લાઝાની જગ્યામાં આઠ ફુડવાન ઉભી રાખવાની મંજુરી અપાશે

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News

     

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરદારબ્રિજ નીચે ખાણી-પીણી બજાર શરુ કરવા તંત્રની તૈયારી 1 - image  અમદાવાદ,સોમવાર,11 ડીસેમ્બર,2023

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરદારબ્રિજ નીચે ખાણી-પીણી બજાર શરુ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે.સરદાર પ્લાઝાની જગ્યામાં આઠ ફુડવાન ઉભી રાખવાની મંજુરી આપવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા સરદારબ્રિજ નીચે આવેલા સરદાર પ્લાઝાની ૨૨૦ ચોરસમીટર જગ્યામાં મુવેબલ કન્ટેનર મુકી ખાણી-પીણી બજાર વિકસિત કરવા ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવી છે.નદીની પશ્ચિમ તરફ સરદારબ્રિજ નીચેની જગ્યામાં ફુડવાન ઉભી રાખવા માટે જગ્યા ભાડેથી-લાયસન્સ પેટે મેળવવા માટે લઘુત્તમ રકમ રુપિયા ૨.૪૦ લાખ  નકકી કરવામાં આવી છે.તંત્ર તરફથી લાઈટ તથા પાણીની સુવિધા આપવામાં આવશે.સરદારબ્રિજ નીચેની ૨૨૦ ચોરસમીટર જગ્યા ખાણી-પીણી બજાર તરીકે વિકસાવવા માટે જગ્યા લાયસન્સથી ત્રણ વર્ષના ભાડાપટ્ટેથી ઓકશનમાં ઉચ્ચતમ ઓફર કરનારા ઓફરદારોને અગ્રીમતા અપાશે.

નોનવેજ,ઈંડા કે તમાકુ વેચાશે તો લાયસન્સ રદ કરાશે

સરદારબ્રિજ નીચે ખાણી-પીણી બજારમાં ફુડવાન ઉભી રાખવા રસ ધરાવનારાઓને સાબરમતી રિવરફ્રન્ટ ડેવપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ફુડ વાનમાં નોનવેજ, ઈંડા કે તમાકુ અથવા તમાકુના ઉત્પાદન વેચી નહીં શકાય એમ સ્પષ્ટ કર્યુ છે.આમછતાં જો આ પ્રકારનુ વેચાણ થતુ હોવાનુ ધ્યાનમાં આવશે તો લાયસન્સ રદ કરી સીકયોરીટી ડીપોઝીટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે.

રિક્રીએશન હબ ડેવલપ કરવા ૧ જાન્યુઆરી-૨૦૨4ના રોજ બિડ ખોલાશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અટલબ્રિજની સામે અને સરદાર તથા એલિસબ્રિજ વચ્ચે આવેલી ૪૫ હજાર સ્કેવરમીટર જગ્યા રીક્રીએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે ડેવલપ કરાશે.શહેરના આ બે બ્રિજ વચ્ચેની જગ્યાને એન્ટરટેઈન્મેન્ટ હબ તરીકે વિકસિત કરવા કવોલીફાય થનારા બિડરને ૩૦ વર્ષના સમય માટે આ જગ્યા લીઝ ઉપર આપવામાં આવશે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન્ટરટેઈમેન્ટ હબ ડેવલપ કરવા અંગે ૧ જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે બિડ ઓપન કરવામાં આવશે.


Google NewsGoogle News