Get The App

સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે આજથી ત્રણ થીમ પવેલીયન સાથે ફૂડ ફેસ્ટિવલનો આરંભ

પવેલીયન ખાતે લંચની ૨૪૦૦, ડીનરની ૩૦૦૦ રુપિયા કિંમત આપવી પડશે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News

     સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે આજથી ત્રણ થીમ પવેલીયન સાથે ફૂડ ફેસ્ટિવલનો આરંભ 1 - image

  અમદાવાદ,ગુરુવાર, 7 માર્ચ,2024

સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટર ખાતે આજથી ત્રણ દિવસ ફૂડ ફેસ્ટિવલનો આરંભ થશે.બપોરે ૧૨થી રાત્રિના ૧૦ કલાક સુધીનો સમય રહેશે.પ્રતિ વ્યકિત રુપિયા પચાસ પ્રવેશ ફી રાખવામાં આવી છે.ત્રણ અલગ અલગ થીમ ઉપર બનાવવામાં આવેલા પવેલીયન ખાતે લંચ માટે રુપિયા ૨૪૦૦ અને ડીનર માટે રુપિયા ૩૦૦૦ કિંમત આપવી પડશે.બુક માય શો અંતર્ગત ઓનલાઈન ટિકીટ બુક કરી શકાશે.

લોન-બીમાં કુકરી ડેમો, પેનલ ડીસ્કશન તથા એન્ટરટેઈન્મેન્ટ તેમજ સાર્વજનિક ફુડ માટેનુ મુખ્ય સ્ટેજ હશે.માસ્ટર સેલીબ્રીટી શેફ દ્વારા કુકરી ડેમો પ્રદર્શિત કરવામા આવશે.ઉપરાંત ક્રિકેટ આઈકોન્સ, રસોઈ પુસ્તકના લેખકોના પ્રોગ્રામ બપોરે ૧૨થી સાંજના ૬ કલાક સુધી તેમજ સંગીતમય પરફોર્મન્સ સાંજના ૬ કલાકથી રાત્રિના ૧૦ કલાક સુધી રહેશે.રીજિયોનલ ફૂડ કોર્ટ ખાતે વિવિધ વાનગી પીરસતા કુલ બાવન ફૂડ સ્ટોલ તથા ટેસ્ટ ઓફ લકઝરી ખાતે અઢાર ફૂડ સ્ટોલ રહેશે.લોન-એમાં ત્રણ પવેલીયન રખાયા છે.જેમાં ૪૫૦ લોકો માટે લંચ અને ડીનરની વ્યવસ્થા કરવામા આવશે.સ્પીરીચીયલ પવેલીયન ખાતે લંચની કિંમત રુપિયા ૧૬૦૦ તથા ડીનરની કિંમત રુપિયા ૧૯૦૦ રાખવામા આવી છે.૧૦ માર્ચે ડીનરની કિંમત રુપિયા ૨૧૦૦ ફૂલોની હોળી સાથે રહેશે.વેલનેસ પવેલીયન ખાતે લંચની કિંમત રુપિયા ૨૧૦૦ તથા ડીનરની કિંમત રુપિયા ૨૭૦૦ રાખવામા આવી છે.

રેડીશન બલ્યૂ, કોર્ટયાર્ડ મેરિયોટ સહિતની બ્રાન્ડના ૧૮ સ્ટોલ

રેડીશન બલ્યૂ, કોર્ટયાર્ડ મેરિયોટ ઉપરાંત આઈટીસી હોટલ, હોટલ ડબલ ટ્રી બાય હિલ્ટોન,તાજ સ્કાયલાઈન, ક્રાઉન પ્લાઝા હોટલ, લા-પીનોઝ પીઝા, મદ્રાસ કાફે, જાનકી વલ્લભ પ્રસાદમ જેવી અઢાર બ્રાન્ડના સ્ટોલની મુલાકાત લોકો લઈ શકશે.

વડાપાઉથી લઈ પાણીપુરી સુધીની ચીજોનો આસ્વાદ માણી શકાશે

ફૂડ ફેસ્ટિવલ દરમિયાન રિયલ પેપરીકા ઉપરાંત અમુલ આઈસક્રીમ, અશરફીની કુલ્ફી, જયભવાનીના વડાપાઉની સાથે ન્યુ ઓશવાલ આઈસક્રીમ, લિજજત ખમણ, જયહિંદ સ્વીટ, માસીની પાણીપુરી, મયુર ભજીયા તેમજ ઈન્દુબેન ખાખરાવાલા સહિતની બ્રાન્ડનો બાવન સ્ટોલ ઉપરથી આસ્વાદ માણી શકાશે.


Google NewsGoogle News