ગેરકાયદેસર ઘુષણખોરી બાદ અમેરિકામાં ભારતીયોને આશ્રય મેળવવા એજન્ટો વિશેષ તાલીમ આપે છે
અસાઇલમ એટલે આશ્રય મેળવ્યા બાદ પાંચથી દશ વર્ષ સુધી ભારત આવવું અશક્યઃ હજારો ભારતીયો હાલ અમેરિકામાં અસાઇલમ બાદ સેટલ થયા
સીઆઇડી ક્રાઇમની તપાસમાં અનેક બાબતો બહાર આવશે
અમદાવાદ,શનિવાર
ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોને એજન્ટો એક કરોડ સુધીની માતબર રકમ લઇને ઘુષણખોરી કરાવે છે. જેમાં અમેરિકામાં પ્રવેશ કર્યા બાદની કઇ રીતે પોતાનો બચાવ કરીને તે દેશમાં અસાઇલમ એટલે આશ્રય મેળવવો તે અંગે પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. અસાઇલમ મળ્યા બાદ અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ, અસાઇલમના પાંચ થી દસ વર્ષના સમયગાળા સુધી ભારતમાં આવી શકાતુ નથી. આમ, અસાઇલમનો બાદનો કોર્ટ પ્રવેશને કાયદેસર કરે તે પછી અમેરિકામાં સત્તાવાર રહી શકે છે. આ માટે એજન્ટો ભારતથી માંડીને અમેરિકામાં સુવ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. ગેરકાયદેસર રીતે જીવના જોખમે અમેરિકા જતા ભારતીયોને અમેરિકામાં સેટલ થવા માટે કસ્ટડીથી માંડીને અસાઇલમ સુધીની આકરી પ્રક્રિયામાં પસાર થવું પડે છે. અમેરિકામાં ભારતીયોની ઝડપથી કામ મળતુ હોવાથી મોટાભાગના લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનું જોખમ લે છે. ભારતમાંથી અમેરિકા ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યા બાદ તેમના વિરૂદ્વ થતી કાર્યવાહી અંગે એજન્ટો દ્વારા વાકેફ કરવામાં આવે છે. સાથેસાથે ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યા બાદ કઇ રીતે અસાઇલમ મેળવવા માટેના કારણો આપવા તેની વિશેષ તાલીમ આપવામાં આવે છે. અમેરિકામાં કબુતરબાજી કરવા સાથે સંકળાયેલા એક એજન્ટે જણાવ્યું કે ભારતીયો માટે હજારો કિલોમીટરનું અંતર કાપીને એક વાર અમેરિકામાં ગેરકાયદેસર રીતે જવુ જરૂરી છે. તે પછીની પ્રક્રિયામાં ઝડપાયેલા લોકોને એકથી બે મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવે છે. આ દરમિયાન તેમને અમેરિકામાં અસાઇલમ એટલે આશ્રય લેવા માટેની અરજી કરવાની રહે છે. આ અરજીમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવવા અંગેનું કારણ આપવામાં આવે છે. જે અરજી કોર્ટમાં મોકલવામાં આવે છે અને ફરીથી જજ સમક્ષ ભારતથી કે અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરવાના કારણો રજૂ કરવાના રહે છે. જે તેમને યોગ્ય લાગે તો આશ્રય માટેની પરવાનગી આપવામાં આવે છે. સત્તાવાર આશ્રય એટલે કે અસાઇલમ મળી જાય તે પછી અમેરિકામાં કામ કરવાની પરવાનગી મળી જાય છે. જો કે તેમને અમેરિકામાં આશ્રિત તરીકે રાખવામાં આવે છે. આશ્રય લીધા બાદ તેમને પોતાના દેશમાં પરત જવા માટેની પરવાનગી નથી મળતી. આશ્રયનો સમય પાંચ વર્ષ થી માંડીને દશ વર્ષ સુધીનો હોય છે. ત્યારબાદ તેમના અમેરિકામાં સત્તાવાર રીતે નાગરિક તરીકે સ્વીકારવામાં આવે છે અને અમેરિકાના નાગરિકને મળતા તમામ લાભ મળે છે. પરંતુ, અસાઇલમ મેળવવાની પ્રક્રિયા ખુબ જોખમી હોય છે. જેમાં સંતોષકારક કારણ ન લાગે તો અમેરિકામાં ઘુષણખોરી કરવાનો ગુનો પણ નોંધવામાં આવે છે અને ભારતમાં ડીપોર્ટ કરવામાં આવે છે. જે બાદ ભારતમાં પણ તેના વિરૂદ્વ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાંય, ગુજરાતીઓ સહિત મોટી સંખ્યામાં અમેરિકા ગેરકાયદેસર રીતે જતા હોય છે.
અસાઇલમ દરમિયાન કામ કરવાથી મળતી આવક ભારતની આવક કરતા વધારે
૧૫ વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા બાદ અસાઇલમ મેળવીને સિટીઝનશીપ મેળવનાર એક વ્યક્તિએ કહ્યું કે અમેરિકામાં
હ્યુમન વેલ્યું છે. જેથી આશ્રય દરમિયાનના કામ દરમિયાન સરકારી નિયમ મુજબ આવક મળે તેનું
ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે નાના બાળકો કે મહિલા સાથે હોય તો તેમની પણ કાળજી લેવામાં
આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકામાં અસાઇલમ દરમિયાનની આવક ભારતમાં નિયમિત
આવક કરતા અનેકગણી વધારે છે. જેથી જીવનું જોખમ લઇને અમેરિકા આવવાનો ક્રેઝ વધારે છે.
અમેરિકામાં ભારતીયો પર અન્ય દેશના લોકો કરતા વધાર િેવશ્વાસ
અમેરિકામાં અસાઇલમ હેઠળ રહેતા અન્ય દેેશના લોકો કરતા ભારતના
લોકોને કામ ઝડપથી મળી જાય છે. અમેરિકામાં સત્તાવાર
રીતે રહેતા ભારતીયોની સંખ્યા વધારે છે અને અમેરિકન લોકો ભારતીયો પર વધારે વિશ્વાસ કરે
છે. જેથી તેમને કામ પણ ઝડપથી મળી જાય છે.
અસાઇલમ માટેના કારણો વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે
અમેરિકામાં અસાઇલમ મેળવવા માટે રજૂ કરવામાં આવતા કારણો મહત્વના
છે. જે યોગ્ય લાગે તો અસાઇલમ આપવામાં આવે છે.
એક એજન્ટે જણાવ્યું કે અમે અસાઇલમના કારણે વ્યક્તિ પ્રમાણે નક્કી કરીએ છીએ. જો કોઇ
વ્યક્તિ તેના નાના બાળકો અને પત્ની સાથે અમેરિકામાં ઘુષણખોરી કરતો પકડાઇ કે કોઇ મહિલા કે યુવક ઝડપાઇ
ત્યારે શુ અસાઇલમ માટે ક્યા કારણ રજૂ કરવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. મહિલા કે યુવતી
ઝડપાઇ તો તે ભારતમાં તેના પતિ અને સાસરિયાઓ દ્વારા શારિરીક માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની સાથે તે ઘર વિહોણી થઇ હતી. સાથેસાથે તેને પોતાના જીવન નિર્વાહ માટે પિયર પક્ષનો
સહયોગ ન મળતો ન હોવાની સાથે કેસને લઇને ધમકી મળતી હોવાથી અમેરિકા આવી છે. તો પરિવાર સાથે ઘુષણખોરી કરી રહેલો વ્યક્તિ કારણ
આપે છે કે ભારતમાં રોજગારીની નથી અને તેને
નોકરી મળતી નહોતી. જેથી બાળકોનું ભવિષ્ય ધુંધળુ બનતુ હોવાથી તે જોખમ લઇને પરિવાર સાથે
અમેરિકા આવ્યો છે.
આ ઉપરાંત,
ધાર્મિક અને જાતીગત કારણો પણ સૌથી વધારે આપવામાં આવે છે. જેમાં ભારતમાં અનામતને
કારણે નોકરી મળતી નથી અને ધંધો કરવા માટે મુડી નથી. તો જો દલીત હોય તે કારણ આપે છે કે ભારતમાં હજુ પણ
જાતીને લઇને અપમાન થાય છે. તેમને પોલીસ કે કોર્ટમાંથી ન્યાય નથી મળતો નથી. જેથી તેણે જોખમ લઇને અમેરિકાનો રસ્તો પસંદ કર્યો છે. જો આ પ્રકારના કારણો કોર્ટને યોગ્ય લાગે તો અસાઇલમ
મળી જતુ હોય છે.
મારા માતા પિતાનું અવસાન થયુ પણ હુ ભારત ન આવી શક્યો
અમેરિકામાં છેલ્લાં ચાર વર્ષથી અસાઇલમ પર રહેતા મહેસાણાના એક
યુવકે કહ્યું કે હું ૫૦ લાખ રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો અને અસાઇલમ
મળી ગયું . જેથી આવક શરૂ થઇ પરંતુ,
અસાઇલમનો સમય હોવાથી હુ ભારત જઇ શકુ તેમ નહોતો. બે વર્ષ પહેલા મારા માતા પિતાનું
અવસાન થયુ પણ હું ભારત નહોતો જઇ શક્યો. માત્ર વિડીયો કોલથી મે તેમના મૃતદેહને જોયા
હતા.