એસ્પાયર બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના: મીડિયાએ આવીને ફાયર બ્રિગેડને કરી જાણ
અમદાવાદ,તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં એક મજૂરને અત્યંત નાજુક હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે.
મળતી વિગત અનુસાર અમદાવાદમાં લિફ્ટ તુટવાની ઘટના સવારે ૯.૩૦ આસપાસ બની હતી. બિલ્ડિંગની આસપાસના લોકો અને પાડોશીઓએ શરૂઆતમાં એમ્બ્યુલન્સ બોલાવી બે મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યા હતા.
ઘટના સ્થળે સવારે ૧૧.૩૦ કલાકે આવેલા ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે,"ફાયર કે ઇમરજન્સી સેવા અંગે અમને કોઈ ઈમરજન્સી કોલ આવ્યો નથી. મીડિયા તરફથી આવી કોઈ ઘટના બની હોવાની જાણ થતાં અમે અહી પહોંચ્યા છીએ."
એસ્પાયર બિલ્ડિંગની દુર્ઘટના અંગેની પ્રાથમિક વિગતો સૌને વિચલિત કરે એવી છે. ગુજરાત યુનિવર્સિટિની બાજુમાં આવેલી એસ્પાયર બિલ્ડિંગમાં આ મજૂરો 13મા માળે સેન્ટિંગ કામ કરી રહ્યા હતા ત્યારે લિફ્ટ કોઈ કારણોસર તૂટી પડી હતી.
કામ કરી રહેલા આઠ મજૂરમાંથી બે સીધા ઉપરથી નીચે પટકાયા હતા. આ બે મજૂરોને આસપાસના લોકોએ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ મીડિયાના મિત્રોએ કરી હોવાનું અધિકારીઓનું કહેવું છે. ઘટના બની તે સમયે કે ફાયર બ્રિગેટ પહોંચી તે સમયે સ્થળ પર સાઈટ સુપરવાઈર કે, કોઈ સિનિયર વ્યક્તિ હાજર નહોતી.
આ ઘટનામાં તૂટેલી લિફ્ટનો કાટમાળ બેઝમેંટમાંથી દૂર કરતા કેટલાક મજૂર મળી આવ્યા હતા અને તેની નીચેના બેઝમેટમાં ભરાયેલું પાણી ફાયર બ્રિગેડે દૂર કરતા વધુ બીજા બે મજૂર મળી આવ્યા હતા.
આધિકારીક આંકડા અનુસાર આ ઘટનામાં કુલ સાત મજૂરોના મૃત્યુ થયા અને અને એક ગંભીર રીતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
PM મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યકત કર્યું :