Get The App

ગીરના સિંહે અમદાવાદથી ફક્ત 150 દૂર પોતાનો વિસ્તાર નિર્ધારિત કર્યો

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ગીરના સિંહે અમદાવાદથી ફક્ત 150 દૂર પોતાનો વિસ્તાર નિર્ધારિત કર્યો 1 - image


- બોટાદ, જસદણ, જેતપુરને આરક્ષિત રેવન્યૂ વિસ્તાર કરવા પ્રસ્તાવ 

અમદાવાદ,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર

1990માં સિંહનો આરક્ષિત વિસ્તાર 6600 ચો.કિલોમીટરનો હતો જે 2001માં 12000 ચો.કિ.મી થયો અને 2010મા 20,000 ચો.કિ.મી થયો છે. 

આજે બૃહદ ગીર અભ્યારણ્ય અંતર્ગત આ વિસ્તાર 30,000 કિલોમીટરનો થવા જઈ રહ્યો છે. ગુજરાતના ગૌરવ ગણાતા સિંહની વધી રહેલી વસ્તી સામે તેના વિસ્તારોને વધારવાની વિચારણા ચાલી રહી છે ત્યારે હવે છેક બોટાદ સુધી સિંહનું આગમન આરક્ષિત કરવાનું વિચારણામાં લેવાઈ રહ્યું છે.  

હાલમાં સિંહની વસ્તી 674 જેટલી છે જેમાં ઘણાં સિંહ મારણની શોધમાં ગીરના સીમાડા વિંધીને છેક ભાવનગર અને અમરેલી જિલ્લાની હદને ક્રોસ કરી રહ્યા છે. 

જે રીતે સિંહની વસ્તી વધી રહી છે એ જોતાં જામનગર, મોરબી અને પોરબંદર સિવાયના મોટા ભાગના જિલ્લાઓમાં સિંહના પગલાંની છાપ પડી ગઈ છે. એ રીતે જોતાં સૌરાષ્ટ્રનો બે તૃતિયાંશ ભાગ સિંહની અવરજવર થકી ગુજરાતના ગૌરવની ઓળખ બની રહ્યો છે.

જો કે હવે સિંહની અવરજવર બોટાદ જિલ્લા સુધી વધી ગઈ છે ત્યારે સિંહનો રેવન્યૂ આરક્ષિત એરિયા તરીકે બોટાદ, જસદણનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

જો બોટાદ જિલ્લાને સિંહના આરક્ષિત વિસ્તાર માટે નિર્ધારિત કરવામાં આવશે તો એશિયાટિક લાયન અમદાવાદથી ફક્ત 150 કિલોમીટરના અંતરથી દસ્તક દેશે.  

આનો અર્થ એ થાય છે કે સિંહનો વિસ્તાર અમરેલી, મહુવા અને પાલીતાણા સુધી વિસ્તારવામાં આવ્યો છે. આ માટે સરકારમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે કે રાજકોટ શહેર, જસદણ, જેતપુર, બોટાદ અને ભાવનગર સુધી સિંહનો સૂચિત રેવન્યુ વિસ્તાર વધારવામાં આવશે.

2007માં સરકારે બૃહદ ગીર અંતર્ગત ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય અભ્યારણ્યમાં ગીરની સરહદ નક્કી કરી હતી જે અમરેલી, કેટલાંક દરિયાકાંઠાના વિસ્તારો, શેત્રુંજી નદી, મહુવા અને પાલીતાણાના વિસ્તારોમાં સિંહની નિયમિત અવરજવરને નોંધાતા આ વિસ્તારને આરક્ષિત કરવામાં આવ્યો હતો. 

જે રીતે સિંહની વસ્તી વધી રહી છે ત્યારે સામાજિક વનીકરણની વાબદારી બને છે અને તે માટે જરૂરી પેટ્રોલિંગ વનવિભાગ દ્વારા પણ કરવામાં આવશે.  

એક ફોરેસ્ટર મહિનાના 1600 કિલોમીટર જેટલું પેટ્રોલિંગ કરે છે જ્યારે એક બીટગાર્ડ 1200 કિલોમીટર જેટલું માસિક પેટ્રોલિંગ કરે છે. આજે 16 વર્ષ પછી સિંહના વિસ્તારને વધારવાની વિચારણા ચાલી રહી છે. સિંહની અવરજવરને લઈને નવા વિસ્તારોને આરક્ષિત કરવા અંગેનો પ્રસ્તાવ ઉચ્ચ સ્તરે આપવા જઈ રહ્યો છે. 

1990માં સિંહનો આરક્ષિત વિસ્તાર 6600 ચો.કિલોમીટરનો હતો જે 2001માં 12000 ચો.કિ.મી થયો અને 2010મા 20,000 ચો.કિ.મી થયો છે. 

આજે બૃહદ ગીર અભ્યારણ્ય અંતર્ગત આ વિસ્તાર 30,000 કિલોમીટરનો થવા જઈ રહ્યો છે. જેનો અર્થ એ છે કે છેલ્લા ત્રણ દશકામાં સિંહની વસ્તી પાંચ ગણી વધી છે. 


Google NewsGoogle News