Get The App

ગુજરાતમાં નિયમની 'ઐસી કી તૈસી'! 20 SP બદલાયા પણ લાંચિયા ASIએ 20 વર્ષથી એક જ ટેબલ પર ફરજ બજાવી

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં નિયમની 'ઐસી કી તૈસી'! 20 SP બદલાયા પણ લાંચિયા ASIએ 20 વર્ષથી એક જ ટેબલ પર ફરજ બજાવી 1 - image


Gujarat Police: વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારી લાંચ કે ભ્રષ્ટાચારના દૂષણમાં સપડાય નહીં તેથી સરકારે ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાનો નિયમ બનાવ્યો છે. પરંતુ આ નિયમનું પાલન બઘી સરકારી કચેરીઓમાં થતું નથી, જે સરકાર માટે શરમજનક બાબત છે. 

આવા જ એક કિસ્સામાં પોલીસ વિભાગમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતાં ભરત ગોસ્વામી થોડાં સમય પહેલાં લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની જાળમાં સપડાયા છે. તેણે NIR ફેમિલીના પાસપોર્ટના કામ માટે પહેલાં 40 લાખ રૂપિયા માગ્યા હતા, પછી 5 લાખ રૂપિયામાં સોદો થયો હતો.

આ પણ વાંચો: ભાજપના નેતૃત્વવાળી ગુજરાતની સરકાર બાદ પાર્ટીમાં પણ 'કરપ્શન', ટિકિટ માટે પૈસા ઉઘરાવ્યાં


લાંચ લેતાં પકડાયો તે મહત્વનું નથી પરંતુ આ ASI 1996માં ભરતી થયા પછી 2004થી એલઆઇબી પાસપોર્ટના ટેબલ પર ફરજ બજાવી રહ્યો હતો. એક ડઝન કરતાં વધુ એસપી બદલાઈ ગયા પણ 20 વર્ષથી જામી પડેલા આ ASIને હટાવવાની કોઈની હિંમત ચાલી ન હતી.

ગુજરાતમાં નિયમની 'ઐસી કી તૈસી'! 20 SP બદલાયા પણ લાંચિયા ASIએ 20 વર્ષથી એક જ ટેબલ પર ફરજ બજાવી 2 - image


Google NewsGoogle News