Get The App

ઇ-કોમર્સ વેબસાઇટને ડી-બગિંગ કરીને હેક કરવાના મામલો મોટો ખુલાસો

આરોપીઓએ ગેંમિંગ વેબસાઇટમાંથી લાખો રૂપિયા બારોબાર ઉપાડી લીધા હતા

બેંકના કર્મચારીઓની મિલીભગતથી યુટીઆર કોડ મેળવીને રમીસર્કલ નામની વેબસાઇટમાં નાણાં જમા કરાવે તે અન્ય બેંક એકાઉન્ટમાં મેળવી લેતા હતા

Updated: Feb 1st, 2025


Google News
Google News
ઇ-કોમર્સ વેબસાઇટને ડી-બગિંગ કરીને હેક કરવાના મામલો મોટો ખુલાસો 1 - image

અમદાવાદ,શનિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ અમદાવાદમાંથી ત્રણ યુવકોની ધરપકડ કરીને ઇ-કોમર્સ વેબસાઇટમાં ડી-બંગિગ સોફ્ટવેરની મદદથી વેબસાઇટને હેક કરીને મોંઘી ચીજવસ્તુઓને સસ્તામાં ખરીદીને બારોબાર વેચાણ કરવાના કેસમાં  વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓએ બેંકના કર્મચારી સાથે મિલીભગત રાખીને યુટીઆર કોડ ( યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર મેળવીને રમીસર્કલ જેવી જાણીતા ગેમિંગ સાઇટને હેક કરીને તેમાં જમા થતા નાણાં બારોબાર ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે. જેમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ઇ-કોમર્સ વેબસાઇટને ડી-બગિંગ કરીને હેક કરવાના મામલો મોટો ખુલાસો 2 - imageઅમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ થોડા દિવસ પહેલા ક્રિકેટ સટ્ટાની બાતમીને આધારે રિલીફ રોડ પર દરોડો પાડીને વિજય વાઘેલા, નિતેશ મડતા અને આદિલ પરમારને ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓએ ઇ-કોમર્સ વેબસાઇટને ડી-બંગિગ સોફ્ટવેરની મદદ હેક કરીને પ્રોડ્કટનો ભાવ બદલીને સસ્તામાં ખરીદી કરી હતી. જેમાં દોઢ વર્ષના સમયગાળામાં આશરે સાત કરોડ રૂપિયા જેટલી રકમની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું હતું. 

આ ઉપરાંત, રિમાન્ડ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર દિપક ઢોલાએ પુછપરછ કરી ત્યારે આરોપીઓએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે આરોપીઓએ ઓનલાઇન ગેેમિંગ માટેની વેબસાઇટ રમીસર્કલમાં ડી-બગિંગ સોફ્ટવેરની મદદથી સાઇટને હેક કરીને યુટીઆર કોડ દ્વારા  છેતરપિંડી કરી હતી. જેમાં આરોપીઓ વેબસાઇટમાં ઓનલાઇન નાણાં જમા થતા હોય તે નાણાં યુટીઆર કોડથી પોતાન બેંક એકાઉન્ટમાં મેળવી લેતા હતા.

પ્રાથમિક તપાસમાં આરોપી સાથે બેંકના કર્મચારીઓની મિલીભગત સામે આવી છે. જેમાં આરોપીઓને  બેંકના કર્મચારીઓને નાણાં આપીને યુટીઆર કોડ મેળવતા હતા.  આ અંગે પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


Tags :
arrested-accuse-hacked-rummycircle-web-site-and-withdraw-money-through-UTR-Code-in-web-site-hack-case

Google News
Google News