બાકી મિલકતવેરો વસૂલવા નવા વાડજ-નવરંગપુરામાં કોમર્શિયલ મિલકતના પાણી જોડાણ કાપી નંખાયા
શહેરમાં બાકીદારોની ૩૫૦૧ મિલકત સીલ કરી રુપિયા ૬.૭૪ કરોડની વસૂલાત કરાઈ
અમદાવાદ,સોમવાર,19 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિ.નો રુપિયા ૧૮ લાખથી વધુની રકમનો બાકી મિલકતવેરો વસૂલવા નવા વાડજ અને
નવરંગપુરામાં આવેલી કોમર્શિયલ મિલકતના પાણી જોડાણ કાપી નાંખવામાં આવ્યા
હતા.શહેરમાં બાકીદારોની કુલ ૩૫૦૧ મિલકત સીલ કરી રુપિયા ૬.૭૪ કરોડની વસૂલાત કરવામાં
આવી હતી.
શહેરના નવાવાડજ વોર્ડમાં આવેલા ઠાકોરવાસની કોમર્શિયલ
મિલકતનો રુપિયા ૧૭.૭૭ લાખ તથા નવરંગપુરા વોર્ડમાં આવેલ ૧૩-બી,વસંતવિહાર
સોસાયટીની કોમર્શિયલ મિલકતનો રુપિયા ૭૪,૭૯૯ ટેકસ
ભરપાઈ કરાયો નહીં હોવાથી પાણી જોડાણ કાપવામાં આવ્યા હોવાનુ ટેકસ વિભાગના
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.૧૫૦ જેટલી રહેણાંક મિલકતનો ટેકસ બાકી હોવાથી છેલ્લી
ચેતવણીની નોટિસ ટેકસ વિભાગ તરફથી આપવામાં આવી હતી.
ઝોન વાઈસ કયાં-કેટલી મિલકત સીલ(કરોડમાં)
ઝોન સીલ વસૂલાત
દક્ષિણ ૨૫૬૦ ૧.૬૫
પશ્ચિમ ૪૧૬ ૧.૨૭
દ.પ. ૩૧૬ ૦.૭૫
પૂર્વ ૧૪૩ ૦.૬૭
મધ્ય ૬૬ ૦.૯૨
ઉ.પ. --- ૦.૮૭
ઉત્તર -- ૦.૬