'અધિકારીઓમાં આટલી હિંમત આવી ક્યાંથી?', ભાજપના વરિષ્ઠ ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આરોપ
વડોદરામાં કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડના આશરે 5000 જેટલા મકાનનોના વીજ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ, હાઉસિંગ બોર્ડના મકાન માલિકોના મકાનો ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવતા મામલો વધો ગરમાયો હતો. આ ઉપરાંત, સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય દ્વારા સ્થાનિક અધિકારીઓને પોતાની મનમાન ચલાવતા હોવાથી ઉધડો લીધો હતો.
300થી વધુ જર્જરિત મકાનોના વીજ અને પાણીના કનેક્શન કટ, ધારાસભ્ય નારાજ
શહેરના તરસાલી બાયપાસ પાસેના દિવાળીપુરાન વિસ્તારના 300થી વધુ જર્જરિત મકાનોના વીજ અને પાણી કનેક્શન કાપી નાખતા મામલો ભાજપના ધારાસભ્ય સુધી પહોંચ્યો હતો. જેમાં પૂર્વ મેયર, સ્ટેડિંગ કમિટીના ચેરમેન સહિત માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સુધી સમગ્ર મામલની જાણ થતાં તેઓ ત્યાં પહોંચી અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય દ્વારા ઘટનાને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ચોમાસાની સ્થિતિમાં ઘર ખાલી કરાવવાની હિંમત ક્યાંથી આવી?
વિશેષમાં ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતુ કે, અધિકારી પોતાના મનના માલિક બની ગયો હોય તેમ નિર્ણયો લેતા હોય છે. આ પ્રકારના નિર્ણય સામે શહેરમાં તોફાનો ફાટી નીકળવા અને અરાજકતા ફેલાવા જેવી સ્થિતિનું નિર્માણ પામી શકે છે. આ જર્જરિત મકાનોનું રિનોવેશન કામ પણ કરી શકાય છે, તેઓને આ ચોમાસાની સ્થિતિમાં ઘર ખાલી કરાવવાની હિંમત ક્યાંથી આવી? આ ઉપરાંત કહ્યુ કે, હાલ 500, 2000 કે 5000 મકાનો છે, જો આ મકાનો તોડી પાડવામાં આવે તો લોકો ક્યાં જાય?