અર્બુદા સેનાના વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે
- વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે
અમદાવાદ, તા. 11 નવેમ્બર 2022, શુક્રવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે આગામી 15 તારીખે અર્બુદા સેનાનું ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે. જેમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપમાં જોડાયા બાદ તેઓ વિસનગરમાં ચૂંટણી લડશે અને તેઓ ઋષિકેષ પટેલની સામે ટકરાશે.
ગુજરાત ચુંટણીમાં અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે આ અંગે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જાહેરાત કરી હતી. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. વિપુલ ચૌધરી AAP પક્ષમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. આમ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા વિપુલ ચૌધરી AAPની ટિકિટે વિસનગરથી ચૂંટણી લડશે. અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી અર્બુદા સેના મેદાનમાં આવી ગઈ છે.