અમદાવાદમાં જૂની અદાવતનો બદલો લેવો ભારે પડ્યો, ગણતરીના કલાકોમાં 2ની ધરપકડ
Antisocial elements Terror in Vadaj : અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં શુક્રવારે અસામાજિક તત્ત્વોના ટોળાએ જૂની અદાવતનો બદલો લેવા રીતસરનો આતંક મચાવ્યો હતો. આશરે 30 લોકોનું ટોળું તલવારો, પાઇપ અને દંડા લઇને જૂના વાડજની રામ કોલોનીમાં ઘૂસી ગયું હતું. ત્યાં તેમણે સોસાયટીમાં પડેલી સ્થાનિક રહીશોની કારના કાચ પણ ફોડી નાંખ્યા હતા, જેના લીધે લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસના આગમન સાથે આ અસામાજિક તત્ત્વો ભાગી ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: અમે નહીં તસવીર બોલે છે: આ છે સુરતનો નંબર 1 ભુવો, આ રીતે પૂરું થશે સિંગાપોર બનાવવાનું સપનું?
શું હતી ઘટના?
અમદાવાદના જૂના વાડજમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખી અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં રીતસર આતંક મચાવતાં વાહનોની તોડફોડ કરી હતી. જેના લોકો સ્થાનિક રહીશો ફફડી ઉઠ્યા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 18 ઓક્ટોબરે અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં યુપી-બિહાર જેવા આતંકના દ્વશ્યો જોવા મળ્યા હતા. એક મહિના જૂની અદાવતમાં કેટલાક ગુંડા તત્ત્વોએ જૂના વાડજની રામકોલોનીમાં ઘૂસી જઇને વાહનોના કાચ તોડી ભયનો માહોલ પેદા કર્યો હતો. સ્થાનિક રહીશો ડરી ગયા હતા અને ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. વાત જાણે એમ હતી કે મહિના અગાઉ કનુ ભરવાડના નામના વ્યક્તિએ લક્કી સરદાર, શની સરદાર, રાજુ ડાબોડી, જેબુભાઇ નામના ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિના પહેલાં કનુ ભરવાડ પોતાના મિત્ર સાથે જઇ રહ્યા હતા ત્યારે આ ચાર લોકોએ તેમની સાથે માથાકૂટ કરી પાઇપો વડે માર માર્યો હતો. જેથી કનુ ભરવાડે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ કનુ ભરવાડે બદલો લેવાના ઇરાદેથી શુક્રવારે પોતાના 30થી વધુ મિત્રો સાથે જૂના વાડજ ખાતે પહોંચ્યો હતો.
જોકે લક્કી સરદાર સહિતના લોકો ઘણાં સમયથી ફરાર હતા જેથી કનુ ભરવાડે રામ કોલોનીમાં આતંક મચાવ્યો હતો. સોસાયટીમાં ઘૂસીને ગાડીઓના કાચ તોડ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ અધિકારીઓને કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેથી કનુ ભરવાડ અને તેના મિત્રો ઘટનાસ્થળેથી ફરાર થઇ હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
સીસીટીવીના આ દ્વશ્યો જોઇને બે ઘડી એવું લાગે છે કે આ ગુજરાત નહી યુપી-બિહાર છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. ગત એક મહિનામાં આ પ્રકારની ત્રણ થી ઘટનાઓ સામે આવી છે.