દિકરાને ઢોર માર મારતા કુખ્યાત બુટલેગર પિતાએ પોલીસની હાજરીમાં કૃષ્ણનગર-નરોડામાં તોડફોડ કરી

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
Bootleggers


Ahmedabad Police And Bootleggers : અમદાવાદમાં બુટલેગરો ખુલ્લેઆમ દારુનું વેંચાણ કરવાની સાથે દાદાગીરી કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યા પછી પિતા દ્વારા કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લઈને કુખ્યાત ધમા બારડ સહિતના અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતા. અસામાજિક તત્વો ગાડીઓના કાચ ફોડી રહ્યાં હતા, ત્યારે અમદાવાદ પોલીસની PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. જો કે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા અમદાવાદ શહેરની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે. 

આ પણ વાંચો : ભાજપના સદસ્યતા અભિયાનમાં પુરષોત્તમ રૂપાલાની મોદક તુલા, પૂરપીડિતો રામભરોસે છોડી દેવાતા લોકોમાં રોષ

કુખ્યાત બુટલેગરના દિકરાને ઢોર માર માર્યો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને ગઈ કાલે (6 સપ્ટેમ્બર) રાત્રે આશરે દોઢ વાગ્યા તેની સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન મર્સિડીઝ ગાડીમાં આવીને બે શખ્સોએ ડીપર કેમ માર્યું તેમ કહીને અજીતસિંહને માથામાં લાકડીનો ફટકો માર્યો હતો. 

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવી

ત્યારબાદ શ્યામ વિહાર સોસાયટી પાસે અન્ય એક ફોર વ્હીલરમાંથી કુખ્યાત ધમા બારડ સહિત ત્રણથી વધુ શખ્સો ઉતરી આવીને અજીતસિંહને ઢોર માર મારીને ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું. આ પછી પાશ્વનાથ કેનાલ રોડ પાસે આવેલી પેન્શન બંધુ ઓફિસ ખાતે લઇ જઈને વધુ ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન અજીતસિંહના સંબંધી આવી પહોંચતા ધમા બારડ સહિત પાંચ શખ્સો ભાગ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાને લઈને અજીતસિંહે હોસ્પિટલમાં સારવાર પછી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધમા બારડ સહિત ચારથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો : અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટના: ઘઉંની બોરીઓ નીચે 5 મજૂરો દટાયા, 1 નું મોત

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે દીકરાને ઢોર માર મારતા કુખ્યાત બુટલેગર પિતા કિશોરસિંહ રાઠોડે કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લઈને કુખ્યાત ધમા બારડ સહિતના વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખ્યા હતા. અસામાજિક તત્વો દ્વારા ગાડીના કાચ તોડવાની ઘટના દરમિયાન અમદાવાદ પોલીસની PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. જો કે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા અમદાવાદ શહેરની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે. 


Google NewsGoogle News