અમદાવાદના કાંકરિયામાં AMCની બંધ હાલતમાં રહેલી સ્કૂલમાં અસામાજિક તત્વોએ આગ લગાડી

શિક્ષકે પોલીસને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
અમદાવાદના કાંકરિયામાં AMCની બંધ હાલતમાં રહેલી સ્કૂલમાં અસામાજિક તત્વોએ આગ લગાડી 1 - image



અમદાવાદઃ (Ahmedabad)શહેરના કાંકરિયા વિસ્તારમાં AMCની સ્કૂલમાં સ્થાનિક અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનું જાણવા મળ્યું છે. (municipal school)ગઈ કાલે રાત્રે સ્કૂલ નંબર ત્રણ (fire in school)અને ચારના એક ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. (kagdapith police)વર્ષોથી બંધ હાલતમાં રહેલી આ સ્કૂલમાં અસામાજિક તત્વોએ અડિંગો જમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

શિક્ષકે પોલીસને પત્ર લખ્યો પણ કોઈ કાર્યવાહી ના થઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે કાંકરિયા સ્કૂલ નંબર 1ના મુખ્ય શિક્ષક દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખી જાણ કરી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે,  કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4માં ઘૂસીને ગંદકી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. સ્થાનિક તત્વો શાળાને નુકસાન કરે છે જેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ સ્કૂલના સિક્યુરિટી ગાર્ડને પણ આવા તત્વો દ્વારા હેરાન કરવામાં આવતો હોવાનું શિક્ષકે પત્રમાં જણાવ્યું છે. 

વર્ષ 2021માં શાળાને બંધ કરવામાં આવી હતી

અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે તાજેતરમાં જ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઓચિંતી મુલાકાત કરી હતી. તેમણે આ દરમિયાન એક કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. કાગડા પીઠ પોલીસને ખુદ કમિશ્નરે કાર્યવાહી અંગેની સૂચનાઓ આપી હોવા છતાં પોલીસ પોતાના વિસ્તારમાં જ કાર્યવાહી કરતાં પાછીપાની કેમ કરે છે તે અંગે સવાલો ઉભા થયાં છે. કાંકરિયામાં વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે શાળા બંધ થઈ હતી અને વિદ્યાર્થીઓને શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ નથી આ શાળા બંધ હાલતમાં છે. 


Google NewsGoogle News