Get The App

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા

રમેશ કાબરા સહિત તમામ ડિરેક્ટર્સ અને ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ઇન્કમટેક્સની તપાસ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા 1 - image


Income Tax Raid : ગુજરાતમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ અને મુંબઈમાં આ દરોડાની કાર્યવાહી કરાઈ હતી. આશરે 40થી પણ વધુ જગ્યાએ ઈન્કમટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા વડોદરાના આર.આર. કાબેલ ગ્રૂપ પર પડાયા હોવાની માહિતી મળી રહી છે. ગ્રૂપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડિરેક્ટર્સ અને ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ઇન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. આ સિવાય કેબલ અને વાયરના બિઝનેસ સાથે સંકળાયેલ મોટા ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે.

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા 2 - image

R.R. કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન અને મુંબઈ, સેલવાસ સહિત આવકવેરાના દેશ વ્યાપી દરોડા 

વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત પ્રોડક્શન યુનિટ ધરાવતી આર.આર. કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તેમજ કંપનીની મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સહિત વિવિધ બ્રાન્ચઓફિસ મળી 35 થી વધુ સ્થળો પર દેશ વ્યાપી આવકવેરાના સામૂહિક દરોડા આજે વહેલી સવારથી પાડવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા 3 - image

વડોદરાની ઇલેક્ટ્રોનિક અને કેબલ વ્યવસાયમાં નામાંકિત આર આર કેબલ ના સંચાલકો ત્રિભોવનદાસ કાબરા અને મહેશ કાબરા  પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે તેઓના  અલકાપુરી સ્થિત નિવાસસ્થાન તેમજ વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલી ફેક્ટરી ઉપરાંત સેલવાસ ખાતે આવેલી ફેક્ટરી મુંબઈ સ્થિત હેડ ઓફિસ વડોદરા એલેમ્બિક કેમ્પસ ગોરવા ખાતે આવેલી બ્રાન્ચ ઓફિસ તેમ જ અમદાવાદ, સુરત સહિત દેશમાં વિવિધ શહેરોમાં આવેલી બ્રાન્ચ ઓફિસો ખાતે આવકવેરા વિભાગ કામગીરીની હાથ ધરાઈ હતી. આવકવેરા વિભાગના દેશવ્યાપી દરોડામાં આવકવેરાના અધિકારીઓની ટીમોએ કેબલના વ્યવસાયમાં થતી ગેરરીતિઓ ની તપાસ કરી રહ્યા છે સાથે સાથે ખરીદ વેચાણના જરૂરી દસ્તાવેજો કોમ્પ્યુટરમાં રાખેલા હિસાબો વિગેરેની માહિતી મેળવી રહ્યા છે એટલું જ નહીં આ દેશ વ્યાપી દરોડામાં આર. આર. કેબલ કંપનીના સંચાલકોને ત્યાંથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળે તેવી શક્યતાઓ રહેલી છે.

આર.આર.કેબલની ઓફિસે સર્ચ ઓપરેશન 

આઈ.ટીની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના નિવાસ્થાને પહોંચી છે. આઈ.ટીના 8 અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એલેમ્બિક રોડ ખાતે આવેલ આર.આર.કેબલની ઓફિસે સર્ચ ચાલી રહ્યું છે. કંપનીના દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ  ડિસ્કની તપાસ હાથ ધરાઈ છે. તમામ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. ફક્ત અગ્રણી કર્મીઓને જ ઓફિસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા 4 - image

અગાઉ શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી

અગાઉ શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે દરોડા પડ્યા હતા. આ સિવાય તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેશ કેમિકલ ગ્રુપના અલગ-અલગ સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગે તપાસ કરી હતી. 


Google NewsGoogle News