Get The App

દિલ્હીમાં વધુ એક 'કૌભાંડ', અમદાવાદ-દિલ્હી અને મુંબઇ સહિત 4 શહેરોમાં ED ના દરોડા

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
ED Raid


Delhi Jal Board : ઇડીએ દિલ્હી જળ બોર્ડ (DJB) માં એસટીપી કૌભાંડની તપાસ માટે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીએ શુક્રવારે કહ્યું કે તેણે દિલ્હી જળ બોર્ડના કેટલાક સીવેજ ટ્રીટમેન્ટ વિસ્તારમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસ અંતગર્ત લેવામાં આવેલી તલાશી દરમિયાન 41 લાખ રૂપિયા કેસ, દસ્તાવેજ અને ડિજિટલ ઉપકરણોને જપ્ત કર્યા છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ કેસમાં 3 જુલાઇએ રેડ શરૂ કરવામાં આવી હતી અને દિલ્હી, અમદાવાદ, મુંબઇ અને હૈદ્રાબાદમાં અનેક સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. 

મની લોન્ડ્રિંગની તપાસ યૂરોટેક એનવાયર્નમેંટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની અને અન્ય વિરૂદ્ધ દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) ની એક એફઆઇઆરના આધારે શરૂ કરવામાં આવી છે. એસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં 10 સીવેજ ટ્રીટમેન્ટ (એસટીપી) ના વિસ્તાર અને નવિનીકરણના નામ પર દિલ્હી જળ બોર્ડમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યું છે. 

ઇડીના અનુસાર એસીબી દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફક્ત ત્રણ વિવિધ જોઇન્ટ વેન્ચર કંપનીઓના ચાર ટેન્ડરમાં ભાગ લીધો હતો. ઇડીના અનુસાર બે જેવીને એક-એક ટેન્ડર મળ્યું હતું અને એક જેવીને બે ટેન્ડર મળ્યા. ત્રણેય જેવીએ ચાર એસટીપીમાં ટેન્ડોરોમાં પરસ્પર ભાગ લીધો, જેથી સુનિશ્વિત કરી શકાય કે દરેકે જેવીને ટેન્ડર મળે.  

એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેન્ડરની શરતોને પ્રતિબંધાત્મક બનાવવા માટે આઇએફએએસ ટેક્નોલોજીને ફરજિયાત કરવામાં આવી છે, જેથી આ સુનિશ્વિત કરી શકાય કે કેટલીક સિલેક્ટેડ સંસ્થાઓ જ આ ચાર બોલીઓમાં ભાગ લઇ શકે. કેન્દ્રીય તપાસ એજન્સીના અનુસાર શરૂઆતમાં તૈયાર કરવામાં આવેલ ખર્ચનો અંદાજો 1,546 કરોડ રૂપિયા હતો. પરંતુ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન તેને સુધારીને 1,943 કરોડ કરી દેવામાં આવ્યો. આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્રણેય જોઇન્ટ વેન્ચરને વધેલા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા, જેથી સરકારના ખજાનાને મોટું નુકસાન થયું છે. 

ઇડીએ કહ્યું કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે 1,943 કરોડ રૂપિયા મૂલ્યના એસટીપી સંબંધિત ચાર ટેન્ડર દિલ્હી જળ બોર્ડ દ્વારા ત્રણેય જેવીને આપવામાં આવ્યા હતા. એજન્સીએ કહ્યું કે તમામ ટેન્ડરમાં બે જેવીએ દરેક ટેન્ડરમાં ભાગ લીધો અને તમામ ત્રણેય જેવીને ટેન્ડર મળ્યા છે. 


Google NewsGoogle News