Get The App

મુસદ્દારૂપ જંત્રી-માર્ગદર્શિકા નિરિક્ષણ માટે મુકાઈ, 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે વાંધા-સૂચન

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
મુસદ્દારૂપ જંત્રી-માર્ગદર્શિકા નિરિક્ષણ માટે મુકાઈ, 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે વાંધા-સૂચન 1 - image


Annual Statement of Rates : ગુજરાતમાં ખેડૂતો અને વિવિધ સંગઠનો-સંસ્થાની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જેમાં રાજ્ય સરકારે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં જંત્રીના ભાવને લઈને મુસદ્દારૂપ જંત્રી 2024 - માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે મુકાવામાં આવી છે. જેમાં ઓનલાઈન-ઓફલાઈન માધ્યમથી જરૂરી જણાતાં વાંધા અને સૂચનો આગામી 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા જમીનની વિકાસ ક્ષમતા માટે ગ્રામિણ અને શહેર વિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો. જેના માટે જિલ્લાવાર ટેકનિકલ અને વહીવટી સ્ટાફની ટીમ બનાવી હતી. ત્યારબાદ મેળવેલા ડેટાની તાલુકા અને જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : સરકારે વધુ પાંચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા, અત્યાર સુધી 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી

આ પછી પ્રાપ્ત ડેટાના આધારે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર કરાયેલી મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા આજે બુધવારે 20 નવેમ્બરના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટરની કચેરી પર ઉપલબ્ધ રહેશે. 

આ પણ વાંચો : GPSC: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી જાહેર, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી

ત્યારબાદ જિલ્લા કક્ષાએ આવતી રજૂઆતો અને વાંધા સૂચનોને ધ્યાનમાં રાખીને કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિ ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલવામાં આવશે. જેમાં મળેલ વાંધા અને સૂચનોને ધ્યાને લીધા પછી, મુસદ્દારૂપ જંત્રીને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવશે.


Google NewsGoogle News