Get The App

અમદાવાદ પોલીસ કમિશ્રરનું જાહેરનામુંઃ જો IPLની આટલાથી વધુ ટિકિટ રાખી તો કાર્યવાહી થશે

IPLની ક્રિકેટ મેચની ટીકિટોની કાળા બજારી અટકાવવા પોલીસ એક્શનમાં આવી

રવિવારે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ,તપોવન સર્કલથી પ્રબોધ રાવળ સર્કલ જવાશે

Updated: May 26th, 2023


Google NewsGoogle News
અમદાવાદ પોલીસ કમિશ્રરનું જાહેરનામુંઃ જો IPLની આટલાથી વધુ ટિકિટ રાખી તો કાર્યવાહી થશે 1 - image



અમદાવાદઃ શહેરમાં આજે આઈપીએલની મેચ રમાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને ટીકિટોનું કાળા બજાર કરનારા લોકોને ચેતવણી આપી છે. પોલીસે મેચની ટીકિટોનું કાળા બજાર અટકાવવા માટે તૈયારી કરી લીધી છે. શહેરના પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને કોઈ પણ વ્યક્તિ આઈપીએલની ત્રણથી વધુ ટીકિટો રાખી નહીં શકે તેવો આદેશ કર્યો છે. 

કાળા બજારી અટકાવવા પોલીસ એક્શનમાં આવી
પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે જો કોઈ વ્યક્તિ આઈપીએલની મેચની ટીકિટોનું કાળાબજાર કરતાં પકડાશે, નિયત કિંમત કરતાં વધુ દરે ટીકિટોનું વેચાણ કરશે અને પોલીસના હાથે પકડાશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું આ જાહેરનામું 28મી મે સુધી અમલમાં રહેશે. અમદાવાદમાં રમાયેલી આઈપીએલની મેચોની ટીકિટોના કાળા બજાર કરતાં લોકો પોલીસના હાથે ઝડપાયા છે. જેને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. મેચની ફાઈનલની ટીકિટની માંગને લઈને કાળા બજારી વધુ વકરે નહીં તે માટે પોલીસ એક્શનમાં આવી છે. 

જનપથટીથી પ્રબોધ રાવળ સર્કલ જવાશે
સ્ટેડિયમની આસપાસ 20 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુરુવારે માંડ 4 પાર્કિંગમાં વાહનો એડવાન્સમાં બુક થયા હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. મેચને પગલે સ્ટેડિયમની અંદર અને બહાર એક ડીઆઈજી, 7 ડીસીપી, 10 એસીપી, 90 પીઆઈ-પીએસઆઈ, 1500 પોલીસ કર્મચારી તેમજ ટ્રાફિક અને હોમગાર્ડના 1 હજાર જવાનો તહેનાત રહેશે. જ્યારે મેચને પગલે શુક્રવારે અને રવિવારે બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. જ્યારે તપોવન સર્કલથી ઓએનજીસીથી વિસતથી જનપથટીથી પ્રબોધ રાવળ સર્કલ જવાશે.



Google NewsGoogle News