કલોલમાં પડતર પ્રશ્નો મુદ્દે આંગણવાડી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

બે માસથી વેતન ચૂકવાયું ન હોવાનો આક્ષેપ,વધારાની કામગીરી નહી સોંપવા રજૂઆત

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
કલોલમાં પડતર પ્રશ્નો મુદ્દે આંગણવાડી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા 1 - image


કલોલ : કલોલ તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોએ પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી કર્મચારીઓ મોબાઈલ વગર ઓનલાઈન કામગીરી, સ્વખર્ચે મેનુ મુજબ નાસ્તો બનાવવાની કામગીરી તેમજ બે મહિનાથી વેતન નહી ચુકવવાને પગલે હડતાલ પર બેસી ગયા હતા.

રાજ્યના આંગણવાડી કાર્યકરોને માનદ વેતન છેલ્લા છ માસથી અનિયમિત મળી રહ્યું છે. ખાનગી ટ્રસ્ટ દ્વારા ચાલતી આંગણવાડીઓમાં અંગત કામકાજ પણ કરાવવામાં આવતું હોય છે. આ આ તમામ સમસ્યાઓને લઈને આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરી ગયા હતા. કલોલની તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઇ હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આંગણવાડી કાર્યકર અને તેડાગરને સરકારી કર્મચારીનો દરજ્જો આપી લઘુતમ વેતન ધારાનું પાલન કરવામાં આવે તેમજ આંગણવાડીના સમય બાદ કોઈઓન જાતની વધારાની કામગીરી સોંપવામાં આવે ન આવે તેવી માંગણી કરી હતી. કાર્યકરોની વયમર્યાદા દુર કરી તમામ ખાલી જગ્યાઓ ભરવા,રજીસ્ટર અને મોબાઈલમાંથી કોઇપણ એક પદ્ધતિથી કામગીરી, મિની આંગણવાડીને રેગ્યુલર આંગણવાડીનો દરજ્જો આપી તેડાગરની જગ્યા તાત્કાલિક ભરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.


Google NewsGoogle News