Get The App

મોરબીમાં દિવાલ ધરાશાયી થતા 3ને ગંભીર ઈજા, 6 વાહનો દટાયા

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
મોરબીમાં દિવાલ ધરાશાયી થતા 3ને ગંભીર ઈજા, 6 વાહનો દટાયા 1 - image


Wall Collapsed In Morbi : મોરબીના અનેક વિસ્તારોમાં જર્જરીત મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે જુના મોરબી રોડ પર લાતી પ્લોટ ખાતે વર્ષો જૂની દિવાલ ઘસી પડી હતી. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 6 જેટલા વાહનોને ભારે નુકસાની પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા. 

લાતી પ્લોટમાં દિવાલ ધરાશાયી, ત્રણને ગંભીર ઈજા

મળતી માહિતી મુજબ, મોરબીમાં અનેક મકાનો જર્જરીત હાલતમાં હોવા છતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા ભરવામાં આવતા નથી. અગાઉ શહેરના લાખાજીરાજ રોડ પર આવેલી વર્ષો જૂની ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. જ્યારે આજે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ મોરબીના લાતી પ્લોટ શેરી નં-6માં આવેલા ઈસ્માઈલજી ટીમ્બર નામના લાકડાના ગોડાઉનની દિવાલ ઘસી પડી હતી.

દિવાલ ઘસી પડતા કાટમાળ અને લાકડામાં વસંત ઠક્કર, જયરાજ ચૌહાણ અને એજાજ આરબ નામના શખસ ફસાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને 108ના મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે સારો પવન, ઠંડીનું પણ જોર રહેશે

સમગ્ર ઘટનામાં દિવાલ વાહનો પર પડતા 6 જેટલા વાહનોને ભારે નુકસાની પહોંચી હતી. જ્યારે બનાવની જાણ પોલીસ અને તંત્રને થતાની સાથે ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા. ઘટનાને પગલે મહાનગર પાલિકાનો કોઈ સ્ટાફ સ્થળ પર જોવા ન મળ્યો હોવાનું સામે આવ્યું છે. 


Google NewsGoogle News