Get The App

રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને

Updated: Apr 4th, 2025


Google News
Google News
રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને 1 - image


Gujarat Family Courts: ગુજરાતમાં લગ્નજીવનમાં તકરારના કેસમાં ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. રાજ્યની ફેમિલી કોર્ટમાં એક વર્ષમાં 62146 કેસ નોંધાયા છે. આમ આ સ્થિતિએ ફેમિલી કોર્ટમાં રોજના 171 નવા કેસ નોંધાય છે. એક વર્ષ દરમિયાન ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે. 

ફેમિલી કોર્ટમાં સૌથી વધુ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને

ગુજરાતમાં હાલ 108 જેટલી ફેમિલી કોર્ટ કાર્યરત્‌ છે. 28મી ફેબ્રુઆરી 2025 પ્રમાણે ગુજરાતની ફેમિલી કોર્ટમાં 53077 કેસ ચૂકાદાની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં 2023ની સરખામણીએ 2024માં ફેમિલી કોર્ટના કેસમાં બમણો વધારો થયો છે. 2023માં 27194 કેસ નોંધાયા હતા. જે 2024માં વધીને 62146 થયા છે. જેના ઉપરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. વર્ષ 2024માં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ઉાર પ્રદેશ, પંજાબ, કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. 

આ પણ વાંચો: અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ


ફેમિલી કોર્ટમાં લગ્ન સંબધિત, પરિવારમાં વિખવાદ, બાળકની કસ્ટડી, ભરણ-પોષણ, મિલકતના વિખવાદ જેવા કેસ લડવામાં આવતા હોય છે. જોકે, ફેમિલી કોર્ટમાં નોંધાતા મોટાભાગના કેસ છૂટાછેડા, બાળકની કસ્ટડી અંગેના હોય છે. નિષ્ણાતોને મતે, છેલ્લા કેટલાક સમયથી દંપતીમાં નાની તકરાર મોટું સ્વરૂપધારણ કરવા લાગે છે અને તે છેવટે છૂટાછેડામાં પરિણમે છે. 

દંપતીમાં સમજણનો સેતુ સતત તૂટી રહ્યો છે અને બંનેમાંથી જાણે કોઈ અહમની દીવાલ તોડવા માટે તૈયાર નથી. વર્તમાન સમયમાં મહિલા અને પુરુષની પ્રાથમિકતા બદલાઈ છે. મોબાઇલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. નાની-નાની વાતોમાં સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વધ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10 હજારથી વધુ કેસ પડતર હોવાનું મનાય છે.

રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને 2 - image

Tags :