ડાંગ-સાપુતારા ઘાટ પર ટેમ્પો પલ્ટી જતા 13 જાનૈયાઓને નાની-મોટી ઈજા, સદનસીબે જાનહાનિ નહીં
Dang Accident Incident : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડાંગ સાપુતારા ઘાટ માર્ગ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતા 13 જાનૈયાઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
13 જાનૈયાઓને નાની-મોટી ઈજા
મળતી માહિતી મુજબ, ડાંગ-સાપુતારા ઘાટ પર લગ્નમાં જતી વખતે ટેમ્પો પલ્ટી ગયો હતો. આ ઘટનામાં ટેમ્પામાં સવાર 13 જાનૈયાઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે.
મહારાષ્ટ્રના નિફાડથી ડાંગ જિલ્લાના માલેગાંવ લગ્ન પ્રસંગમાં જતી વખતે 13 જાનૈયા ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો. અકસ્માતને પગલે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.