Get The App

અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 1 રૂપિયાનો ઘટાડો કર્યો, સતત વધારા બાદ નજીવી રાહત

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 1 રૂપિયાનો ઘટાડો કર્યો, સતત વધારા બાદ નજીવી રાહત 1 - image


Amul Milk Price Decline: ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલે એક લિટરની થેલીના દૂધના ભાવમાં લિટરે 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડની એક લિટરની થેલીના ભાવ 66 રૂપિયાથી ઘટાડીને 65 રૂપિયા કરવામાં આવ્યો છે. આજ રીતે ટી સ્પેશિયલની એક લિટરની થેલીના 62 રૂપિયાથી ઘટાડીને 61 રૂપિયા કરવામાં આવ્યા છે. તેમ જ અમૂલ તાઝાની એક લિટરની થેલીનો ભાવ 54 રૂપિયાથી ઘટાડીને 53 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઘટાડો માત્ર એક લિટરની થેલીને લાગુ કરવામાં આવ્યો છે. 500 મિલીલિટરની દૂધની થેલીના ભાવમાં ઘટાડો કર્યો નથી. અમૂલ શક્તિના ભાવમાં પણ કોઈ જ ફેરફાર કર્યો નથી. 

પહેલીવાર જ આ ઘટાડો કરવામાં આવ્યો

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે દૂધના ભાવમાં કોઈ જ ઘટાડો કરવામાં આવતો નથી. પહેલીવાર જ આ ઘટાડો કરવામાં આવ્યો છે. હા, તેની પાછળનો હેતુ એક લિટરની થેલીનું વેચાણ વધારવાનો છે. એક લિટરની થેલીનું વેચાણ કરવાથી 500-500 મિલીલિટરની બે થેલીના પેકિંગમાં થતા ખર્ચમાં ઘટાડો થશે. આ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમૂલ શક્તિ કે અન્ય દૂધના ભાવમાં કે અમૂલ દહીં કે પછી દહીંની અન્ય બનાવટોના ભાવમાં કોઈ જ ઘટાડો   કરવામાં ન આવ્યો હોવાનું જયન મહેતાએ જણાવ્યું હતું. અમૂલ ભારતમાં રોજનું બે કરોડ લિટર દૂધનું વેચાણ કરે છે. 2024-25ના વર્ષમાં ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને રોજ ૩.૧૦ કરોડ લિટર દૂધ હેન્ડલ કર્યું છે. અમૂલ રોજના ૫ કરોડ લિટર દૂધનું પ્રોસેસ કરવાની જોકે ભાવમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે દૂધ સહકારી મંડળીઓમાં દૂધ ભરનારા પશુપાલકો પર કોઈ જ અવળી અસર પડશે નહિ. તેમને અત્યારે આપવામાં આવતા ભાવ જ આપવાનું ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: કોલ્ડપ્લેને લઈને રિક્ષાચાલકોનો મોટો નિર્ણયઃ 1 લાખ રિક્ષા સ્ટેન્ડ બાય, વધુ ભાડું ન વસૂલવા અપાઈ સૂચના


ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનું 2023-24ના વર્ષનું ટર્નઓવર 59,445 કરોડ રૂપિયાનું રહ્યું હતું. 2024-25ના નાણાંકીય વર્ષમાાં જીએમએફએફસીની આવકમાં દસ ટકા કે તેનાથી વધારેની વૃદ્ધિ જોવા મળશે. 

ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માાર્કેટિંગ ફેડરેશન ખેડૂતોની માલિકીનું વિશ્વનું સૌથી મોટું ફેડરેશન છે. તેની સાથે ૩૬ લાખ ખેડૂતો જોડાયેલા છે. ગુજરાતના 18,600 ગામોમાં દૂધ સહકારી મંડળી પાસેથી અને 18 સભ્ય યુનિયનના સહયોગથી રોજાના 3 કરોડ લિટર દૂધ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. વિશ્વની ટોચની 20 ડેરીઓની યાદીમાં અમૂલનો ક્રમ આઠમો છે. સ્થાનિક બજારમાં દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરવા ઉપરાંત અમૂલ બ્રાન્ડના પ્રોડક્ટ્‌સની વિશ્વના બજારોમાં નિકાસ થાય છે.

અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 1 રૂપિયાનો ઘટાડો કર્યો, સતત વધારા બાદ નજીવી રાહત 2 - image


Google NewsGoogle News