Get The App

...તો અમદાવાદના સિનિયર સિટીઝન, દિવ્યાંગોને મળશે ફ્રી બસ પાસ, AMTS કમિટી સમક્ષ દરખાસ્ત

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
...તો અમદાવાદના સિનિયર સિટીઝન, દિવ્યાંગોને મળશે ફ્રી બસ પાસ, AMTS કમિટી સમક્ષ દરખાસ્ત 1 - image


AMTS Free Bus Pass Proposal :  અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે. દરખાસ્ત મુજબ ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની ઝેરોક્ષ કોપી રજુ કરશે, તો સિનિયર સિટીઝન, દિવ્યાંગ કે મેન્ટલી ડિસેબલ વ્યકિત કે બાળકને ફ્રી બસ પાસ આપવામા આવશે.

બુધવારે યોજાશે એએમટીએસ કમિટીની બેઠક

એએમટીએસની બુધવારના રોજ મળનારી કમિટી બેઠકમાં અમદાવાદમાં કાયમી વસવાટ કરતા સિનિયર સિટીઝન ઉપરાંત શારિરીક રીતે દિવ્યાંગ વગેરેને આપવામા આવતા ફ્રી બસ પાસના હાલના નિયમમાં અરજદાર તરફથી ચાલુ વર્ષે તેણે મ્યુનિ.નુ પ્રોપર્ટીટેકસનુ બિલ ભરેલુ હોવા અંગેની ઝેરોક્ષ નકલ રજુ કરવાની બાબતનો ઉમેરો કરવા મંજુરી માંગવામા આવી છે.

AMTS પર 4500 કરોડ રૂપિયાની લોનનો બોજો

મ્યુનિસિપલ કોર્પોરેશનની વીસથી વધુ વર્ષ દરમિયાન રુપિયા 4500 કરોડથી વધુની રકમની લોનના આર્થિક બોજાહેઠળ કચડાયેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીમાં સિનિયર સિટીઝન અથવા દિવ્યાંગ વ્યકિતઓ પાસેથી ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસનું બિલ ભર્યાની ઝેરોક્ષ નકલ માંગવા જેવી બાબત કોના કહેવાથી ઉમેરાઈ રહી છે, એ બાબત મ્યુનિ.માં ચર્ચાનો વિષય બની છે.


Google NewsGoogle News