Get The App

amts બસનું cng સિલિન્ડર લટકી પડતા, ૫૦ મુસાફરોનો બચાવ

મોટી દુર્ઘટના થતી અટકી હતી

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News

     amts બસનું cng  સિલિન્ડર લટકી પડતા, ૫૦ મુસાફરોનો બચાવ 1 - image

  અમદાવાદ,સોમવાર,23 સપ્ટેમ્બર,2024

અમદાવાદના નવરંગપુરા રેલવે ફાટક પાસેથી ૫૦ મુસાફરોને લઈ જઈ રહેલી એ.એમ.ટી.એસ.બસનું સી.એન.જી. સિલિન્ડર લટકી પડતા ડ્રાઈવરે સમયસુચકતા વાપરી બસ થોભાવી બસમાં સવાર તમામ મુસાફરોને નીચે ઉતારી લેતા મોટી દુર્ઘટના થતી અટકી હતી.સોમવારે સાંજે ૪.૨૦ કલાકના સુમારે ગુજરાત યુનિવર્સિટીથી અર્બુદાનગર તરફ રુટ નંબર-૧૪૪નો ડ્રાઈવર બસ લઈ નવરંગપુરા ફાટક પાસેથી પસાર થઈ રહયો હતો.આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે લિફટીંગ એર બેગની મદદથી બસને ઉંચી કરી વાલ્વ બંધ કરી સિલિન્ડર ફરી રીસેટ કરતા બસ આગળ વધી શકી હતી.


Google NewsGoogle News